Gujarat

ગીરગઢડામાંથી પીછવીમાંથી રૂા.૪૫ લાખની ખનીજ ચોરી ઝડપાઈ

ઉના,તા.૨૪
ગીરગઢડા તાલુકાના નાના એવા પીછવી ગામમાં ગે.કા. પથ્થરની ખાણ પર જીલ્લા ખનીજ વિભાગની ટીમ દ્વારા ધોસ બોલાવતા સ્થળ પરથી છ પથ્થર કાપવાની ચકરડી તેમજ બે જનરેટર જપ્ત કર્યા જ્યારે આ ગે.કા. ખનન કરતા બે શખ્સ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગીરગઢડાના પીછવી ગામની સીમમાં ગે.કા. પથ્થર કાપવાની ખાણ ચાલતી હોવાની જાણ ગીરસોમનાથ જીલ્લા ઇ.ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી જગદિશ વાઢેરને બાતમી મળતા તેમની ટીમ સાથે આ પથ્થરની ખાણ પર પહોચી ઝીણવટી ભરી તપાસ હાથ ધરતા આ ખાણ પર ગે.કા. ખનન થતું હોવાનું માલૂમ પડતા સ્થળ પરથી પથ્થર કાપવાની છ ચકરડી તેમજ બે જનરેટર સેટ કબ્જે કર્યા હતા. તેમજ આ ગે.કા. ખનન કરતા લાલભાઇ વિરાભાઇ ચુડાસમા (રહે. આંકોલાળી) તા.ગીરગઢડા તેમજ રવિ નાનજી કામલીયા (રહે. કોડીનાર) આ બન્ને શખ્સો વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ ગે.કા. પથ્થરની ખાણમાં કેટલું ખનીજ કાઢ્યુ તેની માપણી કરતા રૂ.૩૪ લાખની ખનીજ ચોરી તેમજ રૂ.૧૧ લાખના મુદ્દામાલ મળી કુલ રૂ.૪૫ લાખ જેટલી ચોરી ઝડપાતા ખનીજ માફીયામાં ફફડાટ વ્યાપી ગયેલ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.