શહેરના ગોમતીપુર વોર્ડમાં શાકમાર્કેટ સામે આવેલ ફૂટપાથ પર શાકભાજી વેચનારા ધંધાર્થીઓ વર્ષોથી ધંધો કરતા હતા. પરંતુ લોકડાઉન બાદ આ ૭૦થી ૮૦ ધંધાર્થીઓને મ્યુનિ. કોર્પોરેશને બેસવા ન દેતા તેઓ બેકાર બની ગયા છે. થડાવાળાઓ પાસે ફેરિયાનું કાર્ડ તેમજ હેલ્થ કાર્ડ પણ છે. તેમ છતાં એસ્ટેટ વિભાગ તેઓને ધંધો કરવા દેતું ન હોવાથી સ્થાનિક મ્યુનિ. કાઉન્સિલર ઈકબાલ શેખે તમામ ફેરિયાવાલાઓને લઈ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળી ફેરિયાઓ વતી ધારદાર રજૂઆતો કરી હતી અને જણાવ્યું હતું કે, આ લોકોને વેન્ડર પોલિસી કે લો-ગાર્ડન પાસે બનાવેલ હાટડીઓની જેમ પોલિસી બનાવી વેપાર કરવા દેવા જોઈએ. આ અંગે તેમણે હકારાત્મ વલણ દાખવી ટૂંક સમયમાં નિવેડો લાવવા ખાતરી આપી હતી.