(એજન્સી) તા.૧૦
ઈઝરાયેલી વસાહતીઓએ વેસ્ટ બેંકના રસ્તા પર ઊભેલી એક કાર પર પથ્થરમારો કર્યા બાદ તેમાં હાજર નવું ચાલતા શીખતો એક વર્ષીય પેલેસ્ટીની બાળકને ઈજા પહોંચાડી હતી. વફા સમાચાર એજન્સીનો અહેવાલ કબજે કરેલા વેસ્ટ બેંકના બેથેલહેમ શહેરની પશ્ચિમમાં નેવે ડેનિયલ વસાહતના ગેરકાયદેસર વસાહતીઓએ કબજે કરેલા વેસ્ટ બેંકના દક્ષિણમાં બેથલેહેમ અને હેબ્રોન વચ્ચેના હાઈવે પરથી પસાર થનારી પેલેસ્ટીની કાર પર પથ્થરમારો કર્યો હતો. સ્થાનિક સાક્ષીઓએ જણાવ્યા અનુસાર મહેમૂદ ઈયદ બનાતને માથામાં ઈજા થઈ હતી. જ્યારે ઈઝરાયેલી વસાહતીઓએ પથ્થરમારો કરી તેની ગાડીની બારીનો કાંચ તોડી નાખ્યો હતો. વેસ્ટ બેંકમાં રહેતા પેલેસ્ટીનીઓ અને તેમની સંપત્તિ વિરૂદ્ધ વસાહતીઓ દ્વારા થતી હિંસાનું વારંવાર પુનરાવર્તન થાય છે ઈઝરાયેલી અધિકારીઓ દ્વારા ભાગ્યે જ તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. જુલાઈ મહિનામાં કબજે કરેલા વેસ્ટ બેંકમાં ઈઝરાયેલી વસાહતી પરિષદે નેવે ડેનિયલ વસાહતોમાં ૧૬૪ નવા રહેઠાણ એકમોના નિર્માણની જાહેરાત કરી હતી. એન્ટિ વોલ અને વસાહત આયોગના અધ્યક્ષ હસન બ્રેઈજાહે કહ્યું કે પેલેસ્ટીનીઓની માલિકીની જમીનની કિંમતે અને ઇઝરાયેલી કબજા અધિકારીઓ દ્વારા નવી વસાહતોના પ્રોજેક્ટનું નિર્માણ કરવા માટે ડઝનો એકર ખેતીની જમીનને યોગ્યતા આપવામાં આવશે. પાંચ લાખથી લગભગ છ લાખ ઈઝરાયેલીઓ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરીને કબજા કરેલા પૂર્વ જેરૂસલેમ અને વેસ્ટ બેંકમાં “ફક્ત યહૂદી” વસાહતોમાં આવાસ કરે છે.