Ahmedabad

ચાંદ ઝમીં પર : યે રાત યે ચાંદની ફિર કહા સુનજા દિલ કી દાસ્તાં

 

બોલિવૂડમાં ચાંદ પર અનેક ગીતો લખાયા છે. ઉપરાંત પ્રેમિકાને મનાવવા ચાંદની ઉપમા આપવી કે, ચાંદ તોડીને લાવવા જેવા ડાયલોગ પણ ખૂબ પ્રચલિત થયા છે. અમારા ફોટોગ્રાફરે તો ચાંદ જમીન પર ઉતરી આવ્યો હોય તેવી તસવીર ખેંચી કમાલ કરી નાખી છે. ઉપરોક્ત તસવીર અમદાવાદના ઐતિહાસિક ત્રણ દરવાજા પાસેથી લેવામાં આવી છે. મોડીરાત્રે લેવાયેલી આ તસવીરમાં ચાંદ જાણે ત્રણ દરવાજા પર લાઈટનો મોટો ગોળો લટકાવ્યો હોય તેવો દ્રશ્યમાન થાય છે. આ તસવીર જોઈને અનાયાસે જીભ પર ગીત ગણગણતું થઈ જાય તેમ છે. “યે રાત યે ચાંદની ફિર કહાં સુનજા દિલ કી દાસ્તાં…”