Gujarat

છોટાઉદેપુરના મંડલવા ગામે ઓસરીમાં ઊંઘતા પરિવાર ઉપર ટ્રક ફરી વળતાં ત્રણનાં મોત

છોટાઉદેપુર, તા. રપ
છોટાઉદેપુરના મંડલવા ગામે વહેલી સવારે ટ્રક ડ્રાઇવરની લાપરવાહીએ પોતાના ઘરમાં મીઠી નિદર માણતા એક પરિવારના પતિ, પત્ની અને બાળક્નુ ભોગ લીધો હતો. આ ગમખ્વાર ઘટનાના પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ હાઈવેને ચક્કાજામ કરી વાહનોમાં તોડફોડ કરી હતી.
અત્રેના હાઈવે ઉપર દેવગઢ બારીયા તરફથી આવી રહેલ ટ્રક નંબર જીજે ૧૭ યુયુ ૦૬૮૪ મંડલવા ગામના પોતાની ઘરની ઓસરીમાં સૂઈ રહેલા આદિવાસી પરિવાર માટે યમદૂત સાબિત થવા પામ્યો હતો. વહેલી સવારે ટ્રક ચાલકે અચાનક સ્ટેરીંગ ઉપરથી કાબૂ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં આવેલ લાઈટના થાંભલાને તોડી એક ઘરમાં ઘૂસી ગયો હતો. જ્યાં ઘરની ઓસરીમાં નિંદ્રા માણી રહેલ પતિ, પત્ની અને માસૂમ બાળક ઉપર તોતીંગ ટ્રક ચડી જતાં ઘટના સ્થળે પતિ પત્નીનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. જયારે ગ્રામજનોનું માનીએ તો દોઢ વર્ષના માસૂમ બાળકને દવાખાને લઈ જતાં ડોકટરે પ્રાથમિક સારવાર આપી સ્વસ્થ હોવાનું જણાવી રજા આપી દીધી હતી. પરંતુ ઘરે આવતા જ બાળકનું પણ મોત નિપજ્યુ હતું. જ્યારે અકસ્માત કરી ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં રાઠવા પરિવારના સંતોશભાઈ રાઠવા, પત્ની કૈલાશબેન રાઠવા અને પુત્ર અવિનાશ રાઠવાના કરુણ મોતથી ગ્રામજ્નોમાં શોકની સાથે રોષનો ચરૂ ઉકળતો જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા ગ્રામજનોએ હાઈવે ઉપર આવતા જતા વાહનો ને તોડફોડ કરી હાઇવે ઉપર વીજ થાંભલાને આડુ મૂકી ચક્કાજામ કર્યો હતો.
છોટાઉદેપુર જિલ્લામાંથી રાત્રી દરમિયાન કરાતા બેફામ રેતી ખનન તેમજ બેફામ દોડતી ઓવરલોડ ટ્રકો સામે વિરોધ કરી તેના ઉપર કાબૂ લાવવાની માગણી કરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી પરિસ્થતિને કાબૂમાં લાવવના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબૂમાં મેળવી શકાયો હતો. આ બનાવને પગલે પોલીસે મૃતકોના પી.એમ. કરાવાની તેમજ ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.