International

ટ્રમ્પના મુસ્લિમ દેશોના યાત્રાઓ પર પ્રતિબંધ અંગે અમેરિકાની સુપ્રીમકોર્ટમાં સુનાવણી

(એજન્સી) તા.ર૩
અમેરિકી રાષ્ટ્રપતિ આતંકવાદના ભયથી અમેરિકાને બચાવી રાખવા માટે લગભગ આઠ જેટલા મુસ્લિમ દેશોના યાત્રીઓ પર અમેરિકાના પ્રવાસ કરવા પર પ્રતિબંધ મુકી સમગ્ર દુનિયાને ચોંકાવી હતી. જોકે હવે આ મામલે અમેરિકાની સુપ્રીમકોર્ટમાં સુનાવણી શરુ થવા જઇ રહી છે. બુધવારે આ મામલે યુએસની સુપ્રીમકોર્ટના જસ્ટિસ સુનાવણી હાથ ધરશે. અહીં અમેરિકી રાષ્ટ્રપતિની ઇમિગ્રેશન પોલિસીને પડકારવામાં આવી છે. નોંધનીય છે કે આ યાત્રા પ્રતિબંધની મદદથી અમેરિકી રાષ્ટ્રપતિએ અમુક મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોને નિશાને લીધા હતા. જોકે હવે આ કેસ અમેરિકાની સુપ્રીમકોર્ટ સમક્ષ આવતા જ અમેરિકી રાષ્ટ્રપતિના પાવરની મર્યાદા સૌથી સામે છતિ થઈ જશે. ટ્રમ્પે આ નીતિની જાહેરાત ગત સપ્ટેમ્બર મહિનામાં કરી હતી. તેમણે ઇરાન, લીબિયા, સોમાલિયા, સીરિયા, યમન અને ચાડથી આવતા તમામ પ્રવાસીઓના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે ૧૦ એપ્રિલના રોજ અમેરિકી રાષ્ટ્રપતિએ આ પ્રતિબંધ ઊઠાવી લીધા હોવાની માહિતી મળી છે. જોકે અમેરિકાની હાઇકોર્ટે ક્યારેય ટ્રાવેલ બેન સંબંધિત કાયદેસરના માપદંડો નક્કી કર્યા નથી. જોકે તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઈમિગ્રેશન પોલિસી પર પણ વધારે ધ્યાન આપ્યું નથી. જોકે હાઇકોર્ટે એવુંં તો જરુરથી કહ્યું હતુંં કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ટ્રાવેલ બેન સંબંધિત નીતિ અને ડ્રીમરને અટકાવવાની નીતિ પર રોક લગાવે. તેને પડતી મૂકે. નોંધનીય છે કે ટ્રમ્પની ઈમિગ્રેશન નીતિ અનુસાર ગેરકાયદેસર ઈમીગ્રન્ટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી નહીં કે તેમને સુરક્ષા આપવાની જોગવાઇ કરવામાં આવી હતી. તેમને કાં તો અમેરિકાથી બહાર કાઢી મૂકવામાં આવે કાં તેમને કાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ આપવામાં આવે. જોકે બુધવારથી સુપ્રીમકોર્ટ ટ્રાવેલ બેનના ત્રીજા વર્ઝન પર સુનાવણી કરશે. નોંધનીય છે કે ટ્રમ્પે ર૦૧૭માં જ્યારે પદભાર સંભાળ્યો તેના પ્રથમ અઠવાડિયામાં જ આ નિર્ણય કર્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ૪,૧૧,૧૨ વર્ષના બાળકો : પોલીસ માટે પેલેટ્‌સગોળી છોડવા જેટલા મોટા થઇ ગયા છે

    પેલેટ્‌સ ગોળીનો ભોગ બનેલી ચાર વર્ષન…
    Read more
    International

    બેવડાં ધોરણ : અમેરિકા ઈરાન વિરૂદ્ધના ઈઝરાયેલી વળતા હુમલામાં મદદ નહીં કરે, પરંતુ તેને અધધધ નાણાં ભંડોળ આપશે

    (એજન્સી) તા.૧૫યુએસ અધિકારીઓના જણાવ્યા…
    Read more
    International

    ‘સાઇરનના અવાજો, ઘરેથી કામ કરવું અને ઊંઘ પૂરીથતી નથી’ : ઇઝરાયેલમાં કામ કરતા ભારતીયો ચિંતાતુર છે

    (એજન્સી) તા.૧પઈઝરાયેલ અને ઈરાન વચ્ચે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.