(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૨
અમરેલી જિલ્લાના ચલાલા ગામે ધારી રોડ ઉપર આવેલ માહી ડેરીના કર્મચારીઓને અવાર-નવાર પાદરગઢ ગામનો સુરેશ જગુ વાળા નામનો શખ્સ ફોન ઉપર તેમજ રૂબરૂ આવી પોતાની જાનની સલામતી ઇચ્છતા હોવ તો પૈસા આપી દેવા તેવી ધમકી આપતો હતો. ગઈકાલે સુરેશ જગુભાઈ વાળાએ ડેરીના કર્મચારી કચરાભાઈ રોજિયાના લમણે રિવોલ્વર તાકી પૈસાની માગણી કરી હતી, જેથી આ અંગે ડેરીના કર્મચારી નીતિન રમણીકભાઇ લઘણોજાએ ચલાલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા અને આ અંગે આરોપીને તાત્કાલિક પકડી પાડવા જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે સૂચના આપતા આરોપી સુરેશ જગુભાઈ વાળાને ચલાલા પીએસઆઇ વી.એલ. પરમારે પકડી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા અધિકારીઓ તથા કર્મચારીઓને વારંવાર આવા લુખ્ખા શખ્સો દવારા ખંડણી માંગતો હોઈ છે ત્યારે અમુક કર્મચારીઓ હિમ્મત દાખવી આવા શખ્સો સામે ફરિયાદ કરી જેલના સળિયા પાછળ ધકેલી દે છે.