National

દિગ્ગજ લોકો સાથે શયન કર્યા વગર મહિલા પત્રકાર રિપોર્ટર નથી બની શકતી : ભાજપ નેતા એસવી શેખર

(એજન્સી) નવી દિલ્હી તા. ૨૦
સરકારના ખોળામાં બેસીને પત્રકારીતાને કલંકિત કરનારી ગોદી મીડિયાને હવે પોતાની ઔકાત સમજમાં આવી ગયી હશે કે, કંઈરીતે ભાજપના બે કોડીના નેતા તેમની મહિલા પત્રકારોને વૈશ્યા બનાવી દીધી છે.
એસવી શેખરની ફેસબુકની પોસ્ટનું શીર્ષક હતું “મુદુરાઈ યુનિવર્સિટી,’’ ગવર્નર એન્ડ ધ વર્જિન ચિક્સ ઑફ એ ગર્લ. આ પોસ્ટમાં ભાજપના નેતાએ દાવો કર્યો કે, કોઈ પણ મહિલા મોટા લોકો સાથે સહશયન કર્યા વગર ન્યૂડ રીડર કે રિપોર્ટર ન બની શકે. ચેન્નઈમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં એક મહિલાના ગાલને અડવાને લઇ ઉભા થયેલ વિવાદ બાદ તમિલનાડુના ગવર્નર બનવારી લાલ પુરોહિતએ માફી માંગી હતી. જોકે તેના એક દિવસ બાદ વરિષ્ઠ ભાજપ નેતા એસવી શેખરે ગુરુવારે વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટ કરી હતી. તેમાં શેખરે મહિલા પત્રકારોને લઈ અભદ્ર ટીપ્પણીઓ હતી. શેખરના આ પોસ્ટને લઈ ચેન્નાઈના પત્રકારોએ તેની વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે. પત્રકારો શુક્રવારે ભાજપ રાજ્ય મુખ્યાલયની સામે પ્રદર્શન કરશે.
ભાજપ નેતાએ ફેસબુક પર પોસ્ટ લખી કે, તાજેતરમાં કરવામાં આવેલ ફરિયાદોથી કડવું સચ બહાર આવી ગયું છે. આ મહિલાઓએ ગવર્નર પર સવાલો ઉઠાવ્યા છે. મીડિયાના લોકો તમિલનાડુના તુચ્છ, નીચ અને અસભ્ય લોકો છે. કેટલાંક અપવાદ છે. હું માત્ર એમની ઈજ્જત કરું છું, તમિલનાડુની આખી મીડિયા અપરાધિઓ, ધુતારાઓ અને બ્લેકમેઇલર્સના હાથમાં છે.
શેખરે ફેસબુક પોસ્ટની શરૂઆતમાં આનું ક્રેડિટ “ થિરૂમલાઈ એસ “ નામના શખ્સને આપ્યું હતું. શેખરે જણાવ્યું કે, થિરૂમલાઈ અમેરિકામાં એક ખરા ભાજપી સમર્થક છે. શેખરની આ પોસ્ટ બાદ વિવાદ થતા તેઓને પોસ્ટને ડીલીટ કરવી પડી હતી. આ પહેલા ફેસબુકએ તેઓને ૨૪ કલાક માટે બ્લોક કરી દીધા હતા. જેથી તેઓ ૨૪ કલાક પહેલાં પોસ્ટ ડિલિટ ન કરી શક્યા જેને લઈ તેમની આ પોસ્ટ વાયરલ થઈ ગયી હતી.
નોંધનીય છે કે, તમિલનાડુના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત દ્વારા એક મહિલા પત્રકારને ગાલ પર હાથ લગાવવા મામલે મોટો વિવાદ ઉભો થયો હતો. ત્યારબાદ મહિલા પત્રકારને રાજ્યપાલે પત્ર લખીને માફી માંગી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    એક્સક્લુસિવ : ભાજપના આઈકોન એસપી મુખરજી ગાંધીજીના હત્યારાને બચાવવા માટે ભંડોળ ઊભું કરવામાં ભાગીદાર હતા

    કટ્ટરતા – ભારત ભૂષણ મહાત્મા…
    Read more
    NationalPolitics

    ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

    નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
    Read more
    National

    મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

    જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.