National

દિલ્હીના મેડમ તુસાદ સંગ્રહાલયમાં SRKનું મીણનું પૂતળું મૂકાશે

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
બોલિવુડના ‘બાદશાહ’ શાહરૂખ ખાનનું મીણનું પૂતળું ર૩ માર્ચના રોજ મેડમ તુસાદ સંગ્રહાલયનો ભાગ બની જશે. એક નિવેદન અનુસાર, શાહરૂખ પોતાના સિગ્નેચર પોઝમાં (બંને હાથ ફેલાવીને) જોવા મળશે. અન્ય પ્રતિષ્ઠિત પ્રખ્યાત હસ્તીઓની સાથે તેમનું પૂતળું આકર્ષણના વિશેષ ઈન્ટરેક્ટિવ ઝોનમાં સ્થાપિત કરવામાં આવશે. દિલ્હીનું મેડમ તુસાદ સંગ્રહાલય આકર્ષણનું મોટું કેન્દ્ર છે, જ્યાં રમત, ઈતિહાસ, રાજકારણ અને ગ્લેમરના સિતારાઓ એક જ છત નીચે જોવા મળે છે.
મર્લિન એન્ટરટેઈનમેન્ટ્‌સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના નિર્દેશક અંશુલ જૈને કહ્યું કે, સમગ્ર દુનિયામાં તેમના પ્રસંશકોને જોતાં અને તેઓ એક લોકપ્રિય અભિનેતા છે અને તેઓ દરેકની પસંદ છે, તેથી દિલ્હીના મેડમ તુસાદમાં શાહરૂખખાનનું પૂતળું લાવવું અમારી પસંદ હતી. જાહેરાતનો રોમાંચક ભાગ એ છે કે, આ તેમનું બીજું પૂતળું છે, જેને ખાસ કરીને ભારતીય પ્રશંસક પરિવાર, દર્શકો અને ચાહકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. મને સમગ્ર દુનિયાના પ્રસંશકો હાજરી આપશે તેવી આશા છે. આ પ્રશંસકોની મુંબઈ અથવા દુનિયાના કોઈપણ ભાગની યાત્રા કર્યા વગર જ પોતાની પસંદગીના મેગાસ્ટાર સાથે વધુ સમય પસાર કરવાની તક આપશે.
શાહરૂખખાન ટ્‌વીટર પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા ભારતીય સ્ટાર બની ગયા છે. તાજેતરમાં જે તેમના ફોલોઅર્સની સંખ્યા ૩૪ મિલિયન એટલે કે ૩.૪ કરોડથી પણ વધી ગઈ છે. આ સાથે જ એસઆરકે ૩૪ મિલિયન પણ આ માઈક્રો બ્લોગિંગ સાઈટ પર ટ્રેન્ડ કરતા રહ્યા. આટલા ફોલોઅર્સની સંખ્યાવાળા શાહરૂખખાન વિશ્વના પહેલાં સ્ટાર છે.
શાહરૂખખાન પોતાની ફિલ્મોની સાથે ખાસ દિવસો અને પરિવારની તસવીરો પણ ટ્‌વીટર પર શેર કરે છે. તેમનો નાનો પુત્ર અબરામ પણ સોશિયલ મીડિયા સ્ટાર છે અને તેની તસવીરોને ખૂબ જ લાઈક્સ અને રિ-ટ્‌વીટ મળે છે. ૧૧ જુલાઈ, ર૦૧૧ના રોજ શાહરૂખખાનના ટ્‌વીટર પર ૧ મિલિયન ફોલોઅર્સ હતા. ૩ સપ્ટેમ્બર ર૦૧પના રોજ શાહરૂખખાનને ફોલો કરનારાઓની સંખ્યા ૧પ મિલિયન થઈ ગઈ હતી. બીજી તરફ ર૧ મે ર૦૧૭ના રોજ તેમના ફોલોઅર્સ રપ મિલિયનના આંકડાને પણ પાર કરી ચૂક્યા હતા.