(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૧
ધંધા રોજગાર માટે દિલ્હી અને મહારાષ્ટ્રના અવરજવર કરનારના લોકોએ ફરજીયાત પણે ૧૪ દિવસના રોજ કોરોન્ટાઇનમાં રહેવાની વિનંતી સુરત મહાનગર પાલિકા મનપા કમિશનર બંછાનિધી પાનીએ કરી છે. સુરત મહાનગર પાલિકા કમિ. બંછાનિધી પાનીએ જણાવ્યું કે એક અગત્યની બાબત ધ્યાન ઉપર આપી છે કે ધંધો-રોજગાર માટે દિલ્હી મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં ખુબ અવરજવર કરે છે એ હજુ પણ અવર જવર ચાલુ છે. જેનાંથી ચિંતાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તમામ લોકોને વિનંતી છે કે તમારી મહારાષ્ટ્ર-દિલ્હી તરફથી જે અવર જવર છે તે હાલ પુરતી મુલતવી રાખે અને કરે તો પોતાનું ૧૪ દિવસનું હોમ કોરોન્ટાઇન ફરજીયાત કરે, ઘણા લોકો મહારાષ્ટ્ર, દિલ્હીની મુલાકાત બાદ ૧૪ દિવસનું હોમ કોરોન્ટાઇન ફરજીયાત કરે, ઘણા લોકો મહારાષ્ટ્ર, દિલ્હીની મુલાકાત બાદ ૧૪ દિવસનું કોરોન્ટાઇન કરતાં નથી, તેઓએ બીજાને ચેપ પહોચાડી , તેઓનું જીવન જોખમમાં મુકે છે. દિલ્હી- મહારાષ્ટ્રમાં અવર જવર કરનારા તમામ લોકો ૧૪ દિવસનું કોરોન્ટાઇન ફરજીયાત કરે. તેમ જણાવાયું છે. બીજી બાબત એ છે કે ૪૦ વર્ષથી વધુની ઉંમરના લોકોએ ઘરમાંજ રહેવું તેમજ ભીડવાળી જગ્યાએ જવું નહીં, અથવા જવું પડે તો વધુ સમય રોકાવું નહીં. વધુમાં મનપા કમિ. બચ્છાનિધી પાનીએ જણાવ્યું હતું.