રાજકોટ, તા.૧૮
અખિલ ભારતીય કોળી સમાજની નવી દિલ્હીના ગુજરાત રાજ્ય એકમના પ્રમુખ શ્રી ચંદ્રવદન પીઠાવાલાએ કોળી સમાજના તમામ હોદ્દેદારો તેમજ આગેવાનો સાથે ખૂબ જ ઝીણવટ પૂર્વક ચર્ચા વિચારણા કરી હતી. ત્યારબાદ નવસારી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ પક્ષે ઉમેદવાર તરીકે કોળી સમાજના શ્રી ધરમેશભાઈ ભીમભાઈ પટેલને તક આપી છે. જે કોળી સમાજના દીકરાને નાતે એમને સમાજનો ટેકો જાહેર કરેલ છે. ધરમેશભાઈને જીતાડવા હાંકલ કરી છે.