Ahmedabad

નવા ૧૩ર૦ કેસ સાથે ૧૬,ર૧૯ દર્દી સારવાર હેઠળ

 

• રાજ્યમાં કુલ કેસોનો આંક ૧,૦૧,૧૯પ; ૧૪ મોત સાથે કુલ મોત ૩૦૭૮ જ્યારે ૧ર૧૮ દર્દી સાજા થતાં કુલ ડિસ્ચાર્જ ૮ર,૩૯૮ • સુરત શહેરમાં ૧૮૧ દાખલ દર્દી સામે ર૮પ ડિસ્ચાર્જ જ્યારે વડોદરામાં ૮૯ દાખલ સામે ૧૮૬ ડિસ્ચાર્જ, અમદાવાદમાં ૧પર દાખલ અને ૬૦ ડિસ્ચાર્જ થયા

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૪
રાજ્યમાં કોરોનાના કેસો રોજેરોજ રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે. ગઈકાલે રેકર્ડબ્રેક ૧૩રપ કેસો નોંધાયા બાદ આજે પાંચ કેસો ઓછા નોંધાયા હતા. રાજ્યમાં કુલ ૧૩ર૦ કેસ એક દિવસમાં નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીનો કુલ આંક ૧,૦૧,૬૯પ થઈ ગયો છે. જ્યારે આજે વધુ ૧૪ લોકોનાં મોત સાથે કુલ મૃત્યુ ૩૦૭૮ અને ૧ર૧૮ લોકો હોસ્પિટલમાંથી સાજા થઈ પરત ફરતા કુલ ડિસ્ચાર્જનો આંક ૮ર,૩૯૮ થઈ ચૂક્યો છે.
ગુજરાત માટે સૌથી મોટો ખુશ ખબર એ છે કે, રાજ્યમાં સાજા થવાનો દર ૮૧.૦૨ ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં ૭૫,૪૫૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન ૧૮૧, અમદાવાદ કોર્પોરેશન ૧૫૨, રાજકોટ કોર્પોરેશન ૧૦૫, જામનગર કોર્પોરેશન ૯૯, સુરત ૯૦, વડોદરા કોર્પોરેશન ૮૯, રાજકોટ ૫૭, ભાવનગર કોર્પોરેશન ૪૦, વડોદરા ૩૬, પાટણ ૩૦, પંચમહાલ ૨૯, અમરેલી ૨૬, મહેસાણા ૨૬, કચ્છ ૨૫, મોરબી ૨૫, બનાસકાંઠા ૨૪, ગાંધીનગર કોર્પોરેશન ૨૦, નર્મદા ૨૦, અમદાવાદ ૧૯, ભરૂચ ૧૯, ગાંધીનગર ૧૬, જૂનાગઢ કોર્પોરેશન ૧૬, ગીર સોમનાથ ૧૫, સાબરકાંઠા ૧૪, સુરેન્દ્રનગર ૧૪, ભાવનગર ૧૩, જૂનાગઢ ૧૩, નવસારી ૧૩, તાપી ૧૩, આણંદ ૧૨, દાહોદ ૧૨, જામનગર ૧૨, દેવભૂમિ દ્વારકા ૧૦, ખેડા ૭, મહીસાગર ૭, બોટાદ ૬, છોટાઉદેપુર ૬, વલસાડ ૬, અરવલ્લી ૩ કેસો મળી કુલ ૧૩૨૦ કેસો મળ્યા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશન ૪, રાજકોટ કોર્પોરેશન ૨, સુરત કોર્પોરેશન ૨, ગાંધીનગર ૧, ગીર-સોમનાથ ૧, જૂનાગઢ કોર્પોરેશન ૧, પાટણ ૧, સુરત ૧, વડોદરા કોર્પોરેશન ૧ વ્યક્તિએ દમ તોડ્યો હતો, આમ આજે વિતેલા ૨૪ કલાકમાં કુલ ૧૪ લોકોનાં મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૦૭૮એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૮૨,૩૯૮ નાગરીકો સાજા થઈ ગયા છે, ૩૦૭૮નાં મોત થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૬,૨૧૯ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૯૨ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૬,૧૨૭ સ્ટેબલ છે.
આજે શહેરોમાં દાખલ દર્દીઓ અને સાજા થયેલા દર્દીઓની સરખામણી કરીએ તો ૧૬ શહેરો એવા છે જ્યાં દાખલ કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ છે જેમાં સૌથી વધુ સુરત શહેરમાં ૧૮૧ કેસ પૈકી ર૮પ દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે જામનગર શહેરમાં ૯૯ દાખલ ૧૦ર ડિસ્ચાર્જ, વડોદરા શહેર ૮૯ દાખલ ૧૮૬ ડિસ્ચાર્જ, રાજકોટ જિલ્લા પ૭ દાખલ ૧૦૦ ડિસ્ચાર્જ, કચ્છમાં રપ અને ર૬, બનાસકાંઠા ર૪ અને ર૭, અમદાવાદ જિલ્લા ૧૯ અને રપ, ભરૂચમાં ૧૯ અને ર૩, ભાવનગરમાં ૧૩ દાખલ ૩૧ ડિસ્ચાર્જ, જૂનાગઢમાં ૧૩ દાખલ ૧પ ડિસ્ચાર્જ, જામનગર ૧ર અને ૧૪, દેવભૂમિ દ્વારકા ૧૦ અને ૧૮, ખેડા ૭ અને ૧૦, છોટાઉદેપુર ૬ અને ૮, વલસાડ ૬ અને ૧૧ તથા અરવલ્લી જિલ્લામાં ૩ દાખલ અને પ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદની વાત કરીએ તો ૧પર દાખલ દર્દી સામે ૬૦ ડિસ્ચાર્જ થયા છે. રાજ્ય સરકારના દાવા મુજબ આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. રાજ્યમાં આજે કુલ ૭પ,૪પ૩ ટેસ્ટ કરવા સાથે આજદિન સુધી કુલ ર૬,૩પ,૩૬૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે, આમ ટેસ્ટ વધારવામાં આવતા કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે. જો કે, બીજી બાજુ સાજા થવાનો દર પણ વધી રહ્યો છે જે ૮૧.ર ટકાએ પહોંચી ગયો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.