Gujarat

નાણાં લઈ ટિકિટો આપી હોવાના આક્ષેપો થતાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખને હટાવાયા

પાલનપુર, તા.૧૩
છેલ્લા ઘણા સમયથી વિવાદોના વમણમાં સપડાયેલા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જાકીર ચૌહાણને આખરે સાંજે મોવડીમંડળે જિલ્લા પ્રમુખમાંથી દૂર કરી કાર્યકારી પ્રમુખ તરીકે પૂર્વ કેન્દ્રીયમંત્રી બી.કે.ગઢવીના પુત્ર દિનેશ ગઢવીને પ્રમુખ બનાવતા કોંગ્રેસી વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે. તાજેતરમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની ટિકિટ વહેચણીમાં જિલ્લા પ્રમુખ જાકીર ચૌહાણે પૈસા લઈ ટિકિટ આપી હોવાના આક્ષેપોએ ભારે જોર પકડ્યું હતું. જેમાં આ બાબતના ઓડિયો પણ વોટ્‌સએપમાં ફરતા થયા હતા. આ બાબતે મોવડીમંડળે તપાસ માટે કોંગ્રેસી આગેવાનોની સમિતિ બનાવી તપાસ હાથ ધરેલ. દરમિયાન આજરોજ મોવડીમંડળ દ્વારા કોંગ્રેસ પ્રમુખ જાકીર ચૌહાણને દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો અને કાર્યકારી પ્રમુખ તરીકે દિનેશ ગઢવી અને ઉપપ્રમુખ તરીકે યાસીન બંગલાવાલાની નિમણૂક કરાઈ હતી. જેને આજે સાંજે કોંગ્રેસી કાર્યકરોએ વધાવી લીધી હતી અને દિનેશ ગઢવીને ફૂલહાર કરી શુભેચ્છા પાઠવાઈ હતી. દરમિયાન બનાસકાંઠા ભાજપના મોટા નેતા અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર જોષી આજે કોંગ્રેસમાં જોડાઈ જતાં બનાસકાંઠામાં કોંગ્રેસ વધુ મજબૂત બનશે તેમ નવનિયુક્ત પ્રમુખે જણાવ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.