(એજન્સી) નવી દિલ્હી, તા.૭
પ્રથમ વિદેશ યાત્રા પર આવેલા નેપાળી પ્રધાનમંત્રી કેપી ઓલીએ રોકાણ માટે હિમાલય દેશ સલામત અને સ્થિર હોવાનું જણાવી ભારતીય કંપનીઓને નેપાળમાં નિવેશ કરવા આમંત્રિત કરી હતી. કે.પી. ઓલીએ જણાવ્યું કે નેપાળમાં મોટા રોકાણની જરૂર છે. તેમણે ભારતીય કંપનીઓને નેપાળમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. અને કહ્યું કે નેપાળ હવે વિદેશી રોકાણ માટે સલામતી છે. અર્થતંત્ર અને આર્થિક નીતિમાં સ્થિરતા અને સાતત્ય માટે સરકારની બહુમતી મંજૂરી આપે છે.
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ પ્રતિનિધિ મંડળની બેઠકમાં વડાપ્રધાન ઓલીએ ભારત-કાઠમંડુ વચ્ચે રેલ માર્ગ પુનઃસ્થાપિત કરવા અને જળમાર્ગ વિકસાવવા મુદ્દા સહિત મૂળભૂત માળખા, પર્યટન, વીજળી ખેતી અને માહિતી પ્રોદ્યોગિક જેવા ક્ષેત્રે વિદેશી રોકાણકારોને તક આપવા અંગે વાત કરી હતી. કેપી ઓલીએ જણાવ્યું કે તે ભારત સાથે વેપાર ખાદ્ય અંગે પણ ચર્ચા કરશે અને ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે દબાણ કરશે. અહેવાલ મુજબ પીએમ ઓલીએ વિવિધ મુદ્દાઓ સહિત નેપાળમાં ભારતના ભંડોળ પ્રોજેક્ટીનું પ્રારંભિક અમલ, મહાકાલી જળ વહેંચણી સંધિ અમલીકરણ અને એકીકૃત તપાસની જગ્યાઓના નિર્માણ મુદ્દે પીએમ મોદી સાથે ચર્ચા કરી હતી.