Gujarat

પૂણા વિસ્તારમાં પાણીની લાઈનની ખુલ્લી ચેમ્બરમાં ગાય પડી ગઈ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૮
શહેરના પુણા વિસ્તારના વિશ્વકર્મા જંક્શનપર પીવાના પાણીની લાઇનની ખુલ્લી ચેમ્બરમાં ગાય પડી ગઇ હતી. જેસીબીની મદદથી ગાયને રેસ્ક્યુ કરી બાહર કાઢી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર પુણા ગામ વિશ્વકર્મા જક્શન પાસે સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગના પીવાના પાણીની લાઇનના વાલ્વની ચેમ્બર બનાવવામાં આવી છે. જે ચેમ્બરમાં ઢાંકણાંની જગ્યાએ માત્ર પુઠુ મૂકી દેવામાં આવ્યું હતું. ગતમોડી સાંજના સમયે એક ગાય ચેમ્બરની બાજુમાં ઉગી નીકળેલ ઘાસ ચરી રહી હતી. ત્યારે અચાનક જ અંદર પડી ગઇ હતી. જો કે, કોઇની નજર પડી ન હતી. સવાર ચેમ્બર પાસેથી લોકોની અવરજવર વધતા લોકોની નજર ચેમ્બરની અંદર પડતા ગાયને જોઇ રાહદારીઓ અંદર પડતા ગાયને તડફડતી જોઇ રાહદરીઓએ તંત્રને જાણ કરી હતી. જેથી પાલિકા, પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગાયને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratReligion

    તરાવીહની નમાઝ પઢી બહાર આવતા મુસ્લિમ ભાઈઓને ચા પીવડાવતા કોમી એકતાની જ્યોત પ્રજ્વલિત બની

    વઢવાણમાં હિન્દુ યુવાન મનોજનું…
    Read more
    Gujarat

    ધોળકામાં જુગારની રેડમાં પકડાયેલા આરોપીનું મોત થતાં હોબાળો : સિવિલમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાયું

    અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ જીઁ ધોળકા…
    Read more
    GujaratReligion

    ગનીભાઈ વડિયાએ કોમી એકતા મહેકાવી આણંદપુરના મુસ્લિમ બિલ્ડરે ગામની ૧૦૦ હિન્દુ મહિલાઓને ધાર્મિક યાત્રા કરાવી

    સુરેન્દ્રનગર, તા.૧૮ચોટીલા તાલુકાના…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.