Gujarat

પ્રેમિકા અન્ય સાથે સંબંધ રાખતી હોઈ પ્રેમીએ જ તેણીનું ઢીમ ઢાળ્યું

લુણાવાડા, તા.ર૯
સરસડી ગામે મહિલાની મળેલ લાશનો ભેદ ઉકેલી પોલીસે મૃતકના પ્રેમીની ધરપકડ કરી હતી.
બનાવની વિગત અનુસાર કડાણા તાલુકાના સરસડી ચરમા ફળિયા ખાતેથી ધીરાભાઈ સોમાભાઈ પટેલીયાની પુત્રી લીલાબેનની લાશ ઘરની પાછળ નજીકમાં આવેલ ખુલ્લી પડતર જમીનમાંથી મળી આવી હતી. જે લાશનું પોસ્ટમોર્ટમ કરાવાતા મરનારનું મોત ગળુ તથા મો દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પોલીસની જુદી જુદી ટુકડીઓ બનાવી બાતમીદારો તેમજ વૈજ્ઞાનિકોએ તપાસ કરી અલગ અલગ ઈસમોની પૂછપરછ કરવામાં આવી હતી. જે વેળા રમેશ દેવાભાઈ તલાર રહે. કરવાઈ તા. કડાણાવાળાને ઝડપી તેની કડકાઈથી પૂછપરછ કરતા તેણે ગુનાની કબુલાત કરી લીધી હતી. તેણે જણાવ્યું હતું કે મૃતક લીલા સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો જેથી હું અવારનવાર તેના ઘરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં મળવા માટે જતા હતો. જે દરમ્યાન તા.ર૧-૧-ર૦૧૮ના રોજ રાત્રિના સમયે હું મળવા ગયો ત્યારે લીલા બીજા માણસ સાથે આડાસંબંધ રાખતી હોઈ જે બાબતે તેમની વચ્ચે બોલાચાલી થતા તેને ગુસ્સો આવી જતા લીલાનું ગળુ તથા મોંઢુ ઓઢવાની શાલ વડે દબાવી મોત નિપજાવ્યું હતું. જે કબુલાતના આધારે પોલીસે આરોપીની અટક કરી વધુ તપાસ ડીટવાસ પો.સ્ટે.ના પોસઈ કરી રહ્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratReligion

    તરાવીહની નમાઝ પઢી બહાર આવતા મુસ્લિમ ભાઈઓને ચા પીવડાવતા કોમી એકતાની જ્યોત પ્રજ્વલિત બની

    વઢવાણમાં હિન્દુ યુવાન મનોજનું…
    Read more
    Gujarat

    ધોળકામાં જુગારની રેડમાં પકડાયેલા આરોપીનું મોત થતાં હોબાળો : સિવિલમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાયું

    અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ જીઁ ધોળકા…
    Read more
    GujaratReligion

    ગનીભાઈ વડિયાએ કોમી એકતા મહેકાવી આણંદપુરના મુસ્લિમ બિલ્ડરે ગામની ૧૦૦ હિન્દુ મહિલાઓને ધાર્મિક યાત્રા કરાવી

    સુરેન્દ્રનગર, તા.૧૮ચોટીલા તાલુકાના…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.