National

બાન કી મૂન કહે છે, ‘ભારતમાં હિંસા, ભાગલાવાદી ભાષણોને કારણે ગાંધીજીનું સ્વપ્ન ભયમાં છે’

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
યુએનના પૂર્વ સેક્રેટરી જનરલ બાન કી મૂને ફેબ્રુઆરીમાં એક નિબંધમાં ઉત્તર પૂર્વ દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, “હવે ગાંધીજીના સ્વપ્નને સાંપ્રદાયિક હિંસા અને વિભાજનકારી રાજકીય ભાષણોથી ખતરો છે.” ઈન્ડિયન એક્સ્પ્રેસ માટેના એક લેખમાં, મૂન કે જેઓ ધ એલડર્સના ડેપ્યુટી ચેરમેન છે- આ ગ્રુપ કે જેને નેલ્સન મંડેલાએ દુનિયામાં શાંતિ અને ન્યાય માટે કામ કરવા બનાવ્યું હતું- તેમણે કહ્યું, “તાજેતરનાં અઠવાડિયામાં દિલ્હીને બદનામ કરતી સાંપ્રદાયિક હિંસાથી તેઓ ખૂબ નિરાશ અને ભયભીત હતા.”
વેશ્વિક વ્યવસાય, શિક્ષણ, આઇટી, મનોરંજન અને રમતગમત ક્ષેત્રે પોતાનું સ્થાન બનાવનારી લોકશાહી તરીકે ભારતની ઓળખનો ઉલ્લેખ કરતાં મૂને કહ્યું હતું કે ભારત વિશ્વને “લોકશાહી અને અહિંસાની પરંપરાઓ શીખવી શકે છે.”
મૂનનું કહેવું હતું કે ગરીબ અને મજૂર વર્ગના લોકો પરના હુમલા, ખાસ કરીને મુસ્લિમો પર, આને વડાપ્રધાન મોદીના સીએએ, એનપીઆર અને એનઆરસીને નવી વ્યાખ્યા આપવાના પ્રયાસથી અલગ કરીને જોઈ શકાય નહીં. આ બધા ભારતના બંધારણની કલમ ૧૪ સાથે અસંગત હતા. મૂન કહે છે કે, આ પરિસ્થિતિ ભારતના લોકશાહી ભવિષ્ય વિષે પ્રશ્નો ઊભા કરે છે.”
પૂર્વ સેક્રેટરી જનરલ લખે છે કે, “એક આઝાદ દેશના હિંસક જન્મ વખતે કઠોર સામ્રાજ્યવાદ હાથવગું હતું. આજે ફક્ત ભારતીય લોકો જ તેમના દેશની દિશા માટે જવાબદાર છે.”
ધર્મ પર આધારિત નાગરિકત્વનો ઇનકાર “ તાજેતરના માનવ ઈતિહાસમાં કેટલાક અંધકારમય સમયની યાદ આપવા પ્રેરે છે.” મૂને કહ્યું કે ધાર્મિક જૂથોને એકબીજા સાથે લડાવીને અને કેટલાક ભારતીયોને બીજા વર્ગના નાગરિક બનાવીને ભારત તેના વિકાસના પડકારોને પાર કરી શકશે નહીં.
પૂર્વ સેક્રેટરી જનરલે ભારતના મુસ્લિમો પર ગાયના ક્ત્લની અફવાઓના પગલે થતાં હુમલાઓ માટે કહ્યું કે હુમલાખોરો પર કાર્યવાહી અનિવાર્ય છે. તેમણે કહ્યું, “જો ભારત રાષ્ટ્રવાદી અને ધાર્મિક ભેદભાવના માર્ગે આગળ વધવા માંગતું હોય તો, તે એક રાજકીય અને સામાજિક આપત્તિ હશે, જે પેઢીઓ સુધી ભારતના વિકાસને પાછળ ધકેલી દેશે.”
મૂને કહ્યું સિટીઝનશિપ પ્રસ્તાવની વિરુદ્ધ ગયા વર્ષે આસામમાં થયેલા વિરોધ પ્રદર્શન વખતે જ સરકારે થંભી જવું હતું અને નાગરિકોને સાંભળવા જોઈતા હતા જ્યારે લોકોમાં સાર્વત્રિક ભય હતો કે આસામ એનઆરસી પછી આવનાર ૨૦૨૧ની વસ્તી ગણતરીમાં નાગરિકોને દેશવિહોણા ઘોષિત કરાશે. તેમણે એમ પણ કહ્યું કે નાગરિકત્વ કાયદાના વિરોધના કારણે વિવિધ ધર્મોના લોકો એકજુથ થયા અને એકતાનું આ પ્રદર્શન ત્યારે સ્પષ્ટ થયું જ્યારે દિલ્હીની હિંસાના પીડિતોને સહાય આપવા સિવિલ સોસાયટીના જૂથો સાથે મળીને આગળ આવ્યા.
મૂને નોધ્યું કે તેઓ મફત અને સાર્વત્રિક સેવાના મોડલથી પ્રભાવિત થયા જ્યારે તેમણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે દિલ્હીમાં “મોહલ્લા” ક્લિનિક જોયું. મૂને કહ્યું કે, “મુક્ત, એકીકૃત અને સામૂહિક એકીકરણ દ્વારા જ ભારત કાયમી શાંતિ, ન્યાય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. તમારા દેશના સ્થાપક પિતાઓ આ આવશ્યકતા સમજી ગયા હતા.”
ગયા મહિને યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનીઓ ગુટેર્રેસે સીએએ અને એનઆરસી પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે જ્યારે રાષ્ટ્રીયતાનો કાયદો બદલવામાં આવે ત્યારે “દેશવિહોણીતા”ને અટકાવવી જોઈએ. પાકિસ્તાનની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન, ગુટેર્રેસે કહ્યું કે તેઓ ભારતમાં નવા કાયદા અંગે ચિંતિત છે. તેમણે કહ્યું કે, “જ્યારે કોઈપણ જગ્યાએ કોઈપણ વ્યક્તિ તે દેશને પોતાનો કહે છે, ત્યારે દેશવિહોણીતા ટાળવા માટે બધું કરવું જોઈએ.” આ મહિનાની શરૂઆતમાં, યુએનના માનવ અધિકાર માટેના ઉચ્ચ કમિશ્નર મિશેલ બેચલેટ સીએએ વિરુદ્ધ ભારતીય સુપ્રીમ કોર્ટમાં દખલની અરજી દાખલ કરવા ગયા હતા. બેચલેટે કહ્યું, “ગયા ડિસેમ્બરમાં અપનાવવામાં આવેલો નાગરિકતા સુધારો કાયદો ખૂબ ચિંતાજનક છે. મોટી સંખ્યામાં ભારટોયો અને તમામ સમુદાયના લોકોએ- મોટાભાગે શાંતિપૂર્ણ રીતે- આ અધિનિયમનો વિરોધ કર્યો છે, અને દેશની બિનસાંપ્રદાયિક્તાની લાંબી પરંપરાને સમર્થન આપ્યું છે.” યુએનના માનવાધિકારના પ્રમુખે “અન્ય જૂથો દ્વારા મુસ્લિમો પર થયેલા હુમલાઓમાં પોલીસની નિષ્ક્રિયતાના અહેવાલો અને પાછલા અહેવાલો પ્રમાણે શાંતિપૂર્ણ વિરોધ કરનારાઓ પર પોલીસના ઉગ્ર બળપ્રયોગ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.” (સૌ. : ધ વાયર.ઈન)

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    NationalPolitics

    દિલ્હી લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ પછી : અરવિંદ કેજરીવાલની ધરપકડ

    ED ના કેસમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.