Gujarat

બાબાસાહેબની પ્રતિમાને જૂતાનો હાર પહેરાવવા મામલે કચ્છમાં ચક્કાજામ

અમદાવાદ, તા.૨૭
કચ્છના ભીમાસર ગામે આંબેડકરની પ્રતિમાને જૂતાનો હાર પહેરાવ્યાની ઘટનાના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્‌યા છે. ખાસ કરીને દલિતસમાજમાં આ ઘટનાને પગલે ઉગ્ર આક્રોશ ફેલાયો છે. ૨૪ કલાક બાદ પણ આરોપીઓની હજુ સુધી ધરપકડ નહીં થતા રોષે ભરાયેલા દલિતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કચ્છમાં રસ્તાઓ, હાઇવે અને રેલ્વે ટ્રેક બ્લોક કરી ટાયરો સળગાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન અને દેખાવો કર્યો હતો. જેને પગલે કચ્છ તરફ જતો-આવતો ટ્રાફિક પ્રભાવિત થયો હતો. દલિતોના રેલવે ટ્રેક પર ધરણાને પગલે કચ્છ તરફના રેલ્વે વ્યવહારને પણ અસર થઇ હતી. કચ્છના અંજાર તાલુકાના ભીમાસર ગામે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કોઈ અજાણ્યા શખ્સો દ્વારા બુધવારે રાત્રે જૂતાનો હાર પહેરાવી દેવાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં દલિતો ઉમટી પડ્‌યા હતા અને જોરદાર ઉહાપોહ અને હોબાળો મચાવ્યો હતો. દલિત સમાજ તરફથી ૨૪ કલાકની અંદર આ કૃત્ય કરનારાને પકડવા માટે પોલીસને ચેતવણી આપી હતી. જો કે, સ્થાનિક પોલીસ આરોપીને પકડી ન શકતા દલિતોએ આજે કચ્છ-ગાંધીધામ તરફ જતા રેલવે ટ્રેકને બ્લોક કરી દીધો હતો, જેના કારણે અનેક ટ્રેનોને વિવિધ સ્ટેશનોએ અટકાવવી પડી હતી. એટલું જ નહીં, રોષ ભરાયેલા દલિતોના ટોળાંએ ભચાઉ-અંજાર હાઈવે પણ બ્લોક કરી દેતા ગાંધીધામ તેમજ ભૂજ તરફ જતો ટ્રાફિક અટવાઈ ગયો હતો. ભીમાસર ગામના સરપંચ દિનેશ ટુંગરિયાએ જણાવ્યું હતું કે, પોલીસ જ્યાં સુધી આરોપીઓને નહીં પકડે ત્યાં સુધી અમારૂં વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. સ્થિતિની ગંભીરતાને જોતા વધારાનો પોલીસ કાફલો વિવિધ હાઈવે પર તૈનાત કરવામાં આવ્યો છે. અંજાર અને ભચાઉ તાલુકામાં પણ હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. સ્થિતિ વણસે નહીં તે માટે અહીં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દલિત સમાજમાં ઘટનાને લઇ પ્રવર્તી રહેલા ઉગ્ર આક્રોશના પડઘા રાજ્યમાં બીજા કોઇ સ્થળોએ ના પડે તેમા માટે પણ રાજ્ય પોલીસ તંત્ર દ્વારા અગમચેતીના પગલા લેવાયા છે. ભીમાસર ગામની આ ઘટનામાં પોલીસને હજુ સુધી કોઈ શકમંદ મળ્યો નથી. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ગામની પંચાયત સંકુલમાં આવેલી છે. પોલીસ આ પ્રકરણમાં ગામની શેરીઓમાં રહેલા સીસીટીવીના ફૂટેજ પણ એકઠા કરીને આવું હીન કૃત્ય કરનાર જવાબદાર સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.