Ahmedabad

મંત્રીઓ કરતાં તેમના અંગત સ્ટાફનો ખર્ચો ચાર ગણો વધુ : ધારાસભ્યનો પગાર ૭૦ હજાર

ગાંધીનગર, તા.૮
ગુજરાત રાજ્યના મંત્રીઓના પગાર માટેના ખર્ચમાં રૂા.૧૭.૭૩ ટકાનો વધારો કરીને રૂા.પ.૭૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. એટલે કે બે વર્ષમાં મંત્રીઓના પગાર માટે ખર્ચમાં કુલ રૂા.૮પ.૯ર કરોડનો વધારો થયો છે. જ્યારે મંત્રીઓના અંગત કર્મચારી વર્ગનો ખર્ચ મંત્રીઓના ખર્ચ કરતા ચાર ગણો એટલે કે રૂા.ર૧.૧૭ કરોડ કરવામાં આવે છે જ્યારે ધારાસભ્યો માટે રૂા.૧પ.૪૩ કરોડ ખર્ચ કરાશે. જ્યારે વિરોધપક્ષના નેતા માટે રૂા. ૯૩.૦૩ લાખનો ખર્ચ કરાશે. તાજેતરના અભ્યાસ પ્રમાણે ગુજરાતમાં રચાયેલી રૂપાણી સરકારના મંત્રીઓના પગાર સહિતના ખર્ચ પાછળ વર્ષ ર૦૧પ-૧૬માં રૂા.૪.ર૮ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો જ્યારે વર્ષ : ર૦૧૬-૧૭માં આ ખર્ચમાં અંદાજીત રૂા.૪.૬૪ કરોડની જોગવાઈ સાથે રૂા.૪.૮૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આમ મંત્રી મંડળની કામગીરી માટે વર્ષ :ર૦૧પ-૧૬ના ખર્ચની સરખામણીમાં વર્ષ :ર૦૧૬-૧૭માં રૂા.પપ.૯૩ લાખનો ખર્ચ વધારે થયો હતો. તેવી જ રીતે વર્ષ ર૦૧૭-૧૮માં મંત્રી મંડળના પાછળ રૂા.પ.૭૮ કરોડની જોગવાઈ કરાઈ હતી જે વર્ષ : ર૦૧૬-૧૭ના ખર્ચની સરખામણીમાં રૂા.૯૩.૭૭ લાખ જેટલી વધારે હતી. તેવી રીતે વર્ષ ર૦૧૮-૧૯માં રૂા.પ.૭૦ કરોડની જોગવાઈ થઈ હતી. આમ વર્ષ ર૦૧૬-૧૭થી વર્ષ-ર૦૧૮-૧૯ના અંત સુધીના બે વર્ષના સમયગાળામાં મંત્રી મંડળની કામગીરી માટે કરવામાં આવતા ખર્ચમાં રૂા.૮પ.૯ર કરોડ એટલે કે ૧૭.૭૩ ટકાનો વધારો થયો છે. તદઉપરાંત દરેક મંત્રીઓ અને સંસદિય સચિવોના અંગત કર્મચારી વર્ગ માટે મંત્રી મંડળ કરતા ચાર ગણો એટલે કે રૂા.ર૧ કરોડનો ખર્ચ આ વર્ષે કરવામાં આવશે. જ્યારે ગુજરાતના ૧૮ર ધારાસભ્યો માટે વર્ષ :ર૦૧૭-૧૮માં રૂા.૧૧.૮૦ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો તેની સામે આગામી વર્ષમાં રૂા.૧પ.૪૩ કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે ધારાસભ્યો પાછળના ખર્ચના ૩૦.૮ર ટકાનો વધારો કરવાથી એક ધારાસભ્ય પાછળ વાર્ષિક રૂા.૮.૪૮ લાખ અને માસિક રૂા.૭૦,૬૭૯નો ખર્ચ સરકારની તિજોરીમાંથી કરવામાં આવશે. તેવી જ રીતે વિરોધપક્ષના નેતાની કચેરીના કામકાજ માટે ૧પ.૧૪ ટકાનો વધારો કરીને રૂા.૯૩.૦૩ લાખ ખર્ચ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની પ્રજા નોકરીના નામે ફિક્સ પગારમાં પીસાય છે જ્યારે પ્રજાએ તેમના કલ્યાણ માટે ચૂંટેલા પ્રજાના પ્રતિનિધિઓને વગર માગ્યે પગાર અને ખર્ચામાં વધારો થયો છે એટલે કે પ્રજા ફિક્સ પગારમાં પીસાય અને પ્રજાના પ્રતિનિધિઓને લીલાલહેર છે તેવી લોકચર્ચા વેગવંતી બની છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.