National

મમતા બેનરજીની સુરક્ષામાં ઉલ્લંઘનના એક સપ્તાહ બાદ આઈપીએસ અધિકારીની બદલી

(એજન્સી) આસામ, તા.૧
ઉત્તર દિનાજપુર જિલ્લામાં ગત સપ્તાહે યોજાયેલ એક જાહેરસભામાં મુખ્યમંત્રી મમતા બેનરજીની સુરક્ષા ઉલ્લંઘન મામલામાં એસડીપીઓ કુંવર ભુષણ સિંઘની અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી હતી. કુંવર ભૂષણ સિંઘની ઝારગ્રામ ખાતે મંગળવારે બદલી કરવામાં આવી હતી. હવે તેઓ ઝારગ્રામમાં એડિશનલ સુપ્રીન્ટેન્ડન્ટ પોલીસ તરીકે ફરજ બજાવશે. એમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રો મુજબ હેમ્તાબાદમાં રરમી ફેબ્રુ.ના રોજ મમતા બેનરજીની જાહેર સભા હતી. આ સભાની મુલાકાત દરમ્યાન કુંવર ભૂષણસિંઘ ટ્રાફિક વ્યવસ્થાના ઈન્ચાર્જ હતા. મમતા બેનરજીની સુરક્ષામાં ઉલ્લંઘન થતાં એસડીપીઓની બદલી કરવામાં આવી હતી. સૂત્રો મુજબ મુખ્યમંત્રીની સુરક્ષાના પ્રશ્ન ઉપસ્થિત થતા આ ઘટના બની હતી. જો કે રાજ્યએ આને રૂટિન ટ્રાન્સફર તરીકે ઉલ્લેખ કર્યો હતો. મમતા બેનરજી ઝેડ પ્લસ સુરક્ષા વચ્ચે સભાને સંબોધી રહ્યા ત્યારે એક નાની છોકરી સ્ટેજ પર ચડી આવી હતી. રાબિયા ખાતુન નામની આ છોકરીએ મમતાના ચરણ સ્પર્શ કરવા સ્ટેજ પર ચડી આવી હતી. તેની સાથે તેની બહેન પણ હતી. પરંતુ મુખ્યમંત્રીના સુરક્ષા ગાર્ડોએ તેમને તરત જ રોકી લીધી હતી. મમતા બેનરજીના સુરક્ષા ઉલ્લંઘન મામલે બે સીનિયર પોલીસ અધિકારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને કેટલાય કોન્સ્ટેબલોને આ ઘટનાના પગલે ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.