Gujarat

માંગરોળ કસ્ટડીમાં રહેલ આરોપીનો રિપોર્ટ પોઝિટિવ : પોલીસકર્મીને ક્વોરન્ટાઈન કરાયા

મોસાલી, તા.૩૦
માંગરોળ કસ્ટડીમાં રહેલા આરોપીનો કોરોનાં ટેસ્ટ પોઝીટીવ આવતાં માંગરોળ પોલીસ મથકનાં પી.એસ.આઇ., પોલીસ જીપનો ડ્રાઈવર, એલ.આઇ. બી.વિભાગનો જવાન, જી.આર. ડી. નો.જવાન અને અન્ય બે જવાનો કે જે આરોપીને લાજપોર જેલમાં મુકવા ગયા હતા આ તમામને હાલમાં પંદર દિવસ માટે હોમકોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
બનાવની વિગત એવી છે કે તાલુકાનાં નસારપોર ગામે રેડ કરી ૮૪ હજાર રૂપિયાની કીમતનાં વિદેશી દારૂ સાથે ભુપેન્દ્ર ઉર્ફે ભુપો ગંભીર વસાવા ને ઝડપી પાડી, ઉમરપાડા પોલીસ મથકે એફ.આઇ.આર. દાખલ કરી આ ગુનાની તાપસ માંગરોળ પોલીસ મથકનાં પી.એસ.આઇ.ને આપવામાં આવી હતી, રીમાન્ડ પુરા થતા આરોપીને લાજપોર જેલમાં આરોપીને રવાના કરવામાં આવ્યો હતો, પરંતુ નવી સીવીલ હોસ્પિટલ સુરત ખાતે એનાં આરોપીના લોહી સહીતના સેમ્પલ લેવામાં આવ્યા હતા જ્યારે આરોપીનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતાં આરોપીને સુરત નવી સીવીલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે, જ્યારે એના સીધા સમ્પર્કમાં આવેલા ઉપરોક્ત તમામને ૧૪ દિવસ માટે હોમકોરોન્ટાઇન કરવામાં આવ્યા છે, જ્યારે માંગરોળ પોલીસ મથકનો હવાલો પી.એસ.આઈ. એ.બી.મોરી ને આપવામાં આવ્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratReligion

    તરાવીહની નમાઝ પઢી બહાર આવતા મુસ્લિમ ભાઈઓને ચા પીવડાવતા કોમી એકતાની જ્યોત પ્રજ્વલિત બની

    વઢવાણમાં હિન્દુ યુવાન મનોજનું…
    Read more
    Gujarat

    ધોળકામાં જુગારની રેડમાં પકડાયેલા આરોપીનું મોત થતાં હોબાળો : સિવિલમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાયું

    અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ જીઁ ધોળકા…
    Read more
    GujaratReligion

    ગનીભાઈ વડિયાએ કોમી એકતા મહેકાવી આણંદપુરના મુસ્લિમ બિલ્ડરે ગામની ૧૦૦ હિન્દુ મહિલાઓને ધાર્મિક યાત્રા કરાવી

    સુરેન્દ્રનગર, તા.૧૮ચોટીલા તાલુકાના…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.