National

યુપી પોલીસ દ્વારા રસુલ (સ.અ.વ.)ની સુન્નત પર અમલ કરવાની અપીલ

(એજન્સી) મુઝફ્ફરનગર, તા.૧
વર્ષ ૨૦૧૩માં રમખાણોની આગમાં બળી ચૂકેલા મુઝફ્ફરનગરના સૌથી વધારે સંવેદનશીલ બુઢાના વિસ્તારના પોલીસ અધિકારી જ્યારે અહીંના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં જિલ્લા પોલીસના વડા અનંત દેવ તિવારીને એક સંદેશ લઈને પહોંચ્યા ત્યારે આ વિસ્તારનું દૃશ્ય જ બદલાઈ ગયું. સૌ પ્રથમ નઈ બસ્તી નામવાળી આ વસાહત તણાવમાં આવી ગઈ. પરંતુ એક ક્ષણમાં જ પરિસ્થિતિ બદલાઈ ગઈ. અહીંના સ્થાનિક ઐયુબે જણાવ્યું હતું કે, કેપ્ટન સાહેબ (જિલ્લાધિકારી)ની અપીલ વાંચી અમે પોલીસને એકીટશે જોઈ રહ્યા હતા. આ અપીલ વાળા કાગળમાં ‘રસુલ-એ-ખુદા’ના ચરિત્રની મહાનતાનું વર્ણન કરતો એમનો બહુચર્ચિત અરબની વૃદ્ધ સ્ત્રી સાથે તેમણે કરેલા સદવર્તાવનો કિસ્સો ટાંકવામાં આવ્યો હતો અને મુસ્લિમોને પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.)ની સુન્નત પર અમલ કરવાની અપીલ કરવામાં આવી હતી. ખાસ વાત આ છે કે, આ અપીલ વરિષ્ઠ પોલીસ અધિકારી અનંત દેવ તિવારીના માધ્યમથી કરવામાં આવી હતી. મુસ્લિમો દ્વારા આ અપીલનું સહૃદય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અપીલ વડે હોળીના દિવસે રંગના છાંટાની અવગણના કરવાની મુસ્લિમોને સલાહ આપવામાં આવી હતી. અનંત દેવનું કહેવું છે કે, હોળી ખરેખર રંગોનો તહેવાર છે. સામાન્ય રીતે મસ્જિદ, મદ્રસા અને કેટલાક લોકો પર લાગી જતું રંગ વિવાદનું કારણ બને છે. આ દિવસે હોળીની સાથે શુક્રવારની નમાઝ પણ છે. આથી અમે મુસ્લિમોને કહેવું છે કે, તેઓ મસ્જિદ-મદ્રસાની ભીંત પરથી તરત જ રંગ સાફ કરી દે અને કોઈ વ્યક્તિ પર રંગ નાખવામાં આવે તો તે પોતાનું મન મેલું કરી એને માફ કરી દે જેવી રીતે પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) પર કચરો ફેંકવાવાળી વૃદ્ધ સ્ત્રીના ઘરે જઈ પયગમ્બર સાહેબે તેને પોતાની અનુયાયી બનાવી હતી. અનંત દેવએ આ અપીલ સાથે એક લાખથી વધારે પરચાઓ બનાવ્યા છે અને બધા જ પોલીસ સ્ટેશનના અધિકારીઓને મુસ્લિમો વચ્ચે એમનું વિતરણ કરવાના આદેશ આપ્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    એક્સક્લુસિવ : ભાજપના આઈકોન એસપી મુખરજી ગાંધીજીના હત્યારાને બચાવવા માટે ભંડોળ ઊભું કરવામાં ભાગીદાર હતા

    કટ્ટરતા – ભારત ભૂષણ મહાત્મા…
    Read more
    NationalPolitics

    ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

    નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
    Read more
    National

    મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

    જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.