(એજન્સી) તા.૯
૫ ઓક્ટોબરે દિલ્હી સરકારના ગૃહ વિભાગે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણો સંબંધિત પોલીસની ભાગીદારીના સાત જેટલા વીડિયોની આકરી ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો ક્લિપમાં બે પોલીસકર્મીઓ રમખાણકારોની સાથે મળીને પથ્થરમારો કરતા દેખાઈ રહ્યા હતા અને તેમાં ટોળાની ઉશ્કેરણી કરતા પણ જોવા મળ્યા હતા. જો કે, એક વીડિયો એવો પણ હતો જેમાં કેટલાક ઘાયલ લોકોને જમીન પર સૂઈ જવા માટે મજબૂર કરાયા હતા અને તેમને રાષ્ટ્રગાન બળજબરીપૂર્વક ગાવા માટે ધમકાવાઈ રહ્યા હતા. જો કે, આ વીડિયોના બે દિવસ પછી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઉત્તર-પૂર્વ)એ કહ્યું હતું કે, ત્રણેય વીડિયો પર કાર્યવાહી કરવામાં આવશે. જો કે, તેમણે અન્ય વીડિયો અંગે પણ તપાસ કરાવવાનું આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે, આ વીડિયો કઈ લોકેશનના છે અને તેમાં કોણ-કોણ સામેલ છે તેની સંપૂર્ણપણે તપાસ કરીને દોષિતોને દંડિત કરવામાં આવશે. રાષ્ટ્રગાન સંબંધિત વીડિયોની વાત કરીએ તો દિલ્હી પોલીસે કહ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચની વિશેષ ટીમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જો કે, એક વીડિયોમાં રમખાણકારો સાથે મળીને પોલીસકર્મીઓનો સમૂહ પથ્થરમારો કરી રહ્યો હતો અને હથિયારોનો પણ પ્રયોગ કરી રહ્યો હતો. જો કે, રમખાણકારોની સાથે તેમાં પોલીસકર્મીઓના પણ ચહેરા દેખાઈ રહ્યા હતા. ઘટનાસ્થળે વીડિયોમાં પોલીસની આઉટપોસ્ટ પણ દેખાઈ રહી હતી. આ મામલે પણ પોલીસ અધિકારીએ કહ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.