National

રાજસ્થાન : સ્થાનિક એકમોની ચૂંટણીમાં કોંગ્રેસે ૩૩માંથી ર૦ સીટ પર વિજય મેળવ્યો, ભાજપને ફક્ત ૧૧ સીટ મળી

(એજન્સી) તા.૮
સ્થાનિક એકમોની ચૂંટણીમાં કોંગ્રેસે સત્તાધારી પક્ષ ભાજપને જોરદાર પરાજય આપ્યો છે. બુધવારે આવેલા પરિણામો અનુસાર કોંગ્રેસે ૩૩ સીટોમાંથી ર૦ બેઠકો જીતી લીધી છે જ્યારે ભાજપ સત્તામાં હોવા છતાં ૧૧ બેઠક જીતી શક્યો છે. છેલ્લા બે મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો આ ત્રીજો વિજય છે જેમાં તેણે ભાજપને પરાજય આપ્યો છે. તમને જણાવી દઈએ કે છ જિલ્લામાં જિલ્લા પરિષદની છ બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે તેમાં પણ કોંગ્રેસે ૪ બેઠકો જીતી લીધી હતી જ્યારે ભાજપના ફાળે એક જ બેઠક આવી શકી હતી. મ્યુનિસિપાલિટીની છ સીટો પર પણ મતદાન થયું અને તેમાં પણ કોંગ્રેસે ૪ તો ભાજપે બે જ બેઠક જીતી હતી. બીજી બાજી પંચાયત સમિતિના સભ્યોની ર૧ સીટો પર મતદાન થયું હતું અને તેમાં કોંગ્રેસે ૧ર બેઠકો જીતી લીધી હતી જેમાં ૩ બિનહરીફ હતા તેમજ ભાજપના ફાળે ૮ બેઠકો જ આવી હતી. જોકે કોંગ્રેસ પક્ષના આ શાનદાર વિજય પર ટિપ્પણી કરવા આવેલા રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ સચિન પાઇલટે કહ્યું હતું કે તાજેતરમાં જ સાંસદ અને ધારાસભ્યોની ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસે સતત હવે ભાજપને રાજસ્થાનમાં ર૧ જિલ્લાની ચૂંટણીમાં પરાજયનો સ્વાદ ચખાડ્યો છે. ૧ ફેબ્રુઆરીએ જ કોંગ્રેસે બે લોકસભા સીટ અજમેર અને અલવર પર વિજય પ્રાપ્ત કર્યો હતો અને એક પર ભાજપનો વિજય થયો હતો. અગાઉ ડિસેમ્બરમાં પણ કોંગ્રેસે સ્થાનિક એકમોની ચૂંટણીમાં જ ૪પ બેઠકોમાંથી ર૭ બેઠકો જીતી લીધી હતી. જેમાં ભાજપને ફાળે ફક્ત ૧૭ બેઠકો આવી હતી. જોકે કોંગ્રેસની આ સફળતા બતાવે છે કે વસુંધરા રાજે સરકાર હવે નબળી પડી રહી છે. કોંગ્રેસને આ વિજય આગામી વિધાનસભા તથા લોકસભા ચૂંટણીમાં ફાયદાકારક નીવડી શકે છે.
સરકારી સંસ્થાન બેઠક ભાજપનો વિજય કોંગ્રેસનો વિજય અપક્ષનો વિજય
જિલ્લા પરિષદ ૦૬ ૦૧ ૦૪ ૦૧
પંચાયત સમિતિ ર૧ ૦૮ ૧ર ૦૧
મ્યુનિસિપાલિટી ૦૬ ૦ર ૦૪ ૦

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    NationalPolitics

    દિલ્હી લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ પછી : અરવિંદ કેજરીવાલની ધરપકડ

    ED ના કેસમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.