Sports

રાવલપિંડી ટેસ્ટ શ્રીલંકા પ વિકેટે ૨૦૨

Pakistani pacer Naseem Shah, center, celebrates with teammates after taking the wicket of Sri Lankan batsmen Angelo Mathews during the first-day of the 1st cricket test match between Pakistan and Sri Lanka, in Rawalpindi, Pakistan, Wednesday, Dec. 11, 2019. (AP Photo/Anjum Naveed)

રાવલપિંડી, તા.૧૧
રાવલપિંડી ખાતે શરૂ થયેલી આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપના પ્રથમ દિવસે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ આજે રમત બંધ રહી ત્યારે શ્રીલંકાએ પાંચ વિકેટે ૨૦૨ રન કર્યા હતા. નિર્ધારિત ૯૦ ઓવરની રમત શક્ય બની ન હતી. પાકિસ્તાનમાં ૧૦ વર્ષના લાંબા ગાળા બાદ દ્ધિપક્ષીય ક્રિકેટ શ્રેણી હવે શરૂ થઇ છે. પાકિસ્તાનમાં વર્ષો બાદ શ્રેણી શરૂ થઇ છે જેને લઇને ક્રિકેટ ચાહકો રોમાંચિત છે. વર્ષ ૨૦૦૯માં ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ પ્રથમ વખત પાકિસ્તાનમાં શ્રેણીનુ આયોજન કરવામાં આવ્યુ છે.

સ્કોરબોર્ડ :
શ્રીલંકા પ્રથમ દાવ :
કરૂણારત્ને એલબી બો. શાહીન આફ્રિદી ૫૯
ફર્નાન્ડો કો. સોહેલ બો. નસીમ શાહ ૪૦
મેન્ડિસ કો. રિઝવાન બો. સિનવારી ૧૦
મેથ્યુસ કો. સાફીક બો. નસીમ ૩૧
ચાંદીમલ બો. અબ્બાસ ૦૨
ડિસિલ્વા અણનમ ૩૮
ડિકવિલ્લા અણનમ ૧૧
વધારાના ૧૧
કુલ (૬૮.૧ ઓવરમાં ૫ વિકેટે) ૨૦૨

પતન : ૧-૯૬, ૨-૧૦૯, ૩-૧૨૦, ૪-૧૨૭, ૫-૧૮૯
બોલિંગ : અબ્બાસ : ૨૦.૧-૭-૫૦-૧, શાહીન અફ્રીદી : ૧૬-૬-૩૭-૧, સિનવારી : ૧૪-૪-૪૭-૧, નસીમ : ૧૬-૪-૫૧-૨, હેરીશ સોહેલ : ૧-૦-૯-૦, મસુદ : ૧-૧-૦-૦