Sports

ર૦ર૦માં ટ્‌વેન્ટી-ર૦ વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયાના આઠ શહેરોમાં રમાશે

મેલબોર્ન, તા.૩૦
મહિલા અને પુરૂષ આઈસીસી વર્લ્ડ ટ્‌વેન્ટી-ર૦ ર૦ર૦ની જાહેરાત થઈ ચૂકી છે. ર૦ર૦માં ઓસ્ટ્રેલિયાના આઠ શહેર મળી મહિલા અને પુરૂષ ટ્‌વેન્ટી-ર૦ વર્લ્ડકપની યજમાની કરશે. આવું પહેલીવાર બનશે જ્યારે મહિલા અને પુરૂષ ટુર્નામેન્ટ એક જ દેશમાં અલગ-અલગ સમયે રમાશે. મહિલા આઈસીસી વર્લ્ડ ટ્‌વેન્ટી-ર૦ ર૧ ફેબ્રુઆરીથી ૮ માર્ચ દરમિયાન જ્યારે પુરૂષ ટ્‌વેન્ટી-ર૦ વર્લ્ડકપ ૧૮ ઓક્ટોબરથી ૧પ નવેમ્બર દરમિયાન રમાશે. મહિલા વર્લ્ડકપમાં ૧૦ ટીમો અને પુરૂષ વર્લ્ડ ટ્‌વેન્ટી-ર૦માં ૧૬ ટીમો ટાઈટલ માટે ટકરાશે. બંનેની ફાઈનલ મેલબોર્ન (એમસીજી)માં રમાશે. મહિલાઓની બંને સેમિફાઈનલ સિડનીમાં રમાશે જ્યારે પુરૂષોની એક સેમિફાઈનલ સિડની અને બીજી એડીલેડમાં રમાશે. મહિલા આઈસીસી વર્લ્ડ ટ્‌વેન્ટી-ર૦ની ફાઈનલ મેચ ર૦ર૦ના મહિલા દિવસ એટલે કે ૮ માર્ચે રમાશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ મેચમાં રેકોર્ડ દર્શકો જોવા મળી શકે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Sports

    આયુષ-અરશદ ખાને ઈતિહાસ રચ્યોઆઈપીએલ ઈતિહાસમાં આઠમી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી કરી

    નવી દિલ્હી, તા.૧૩લખનૌ સુપર જાયન્ટસના…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.