International

લેબેનોન અમારા પોર્ટનો ઉપયોગ કરી શકે, અમે વધુ સહાય મોકલવા તૈયાર : તુર્કી

 

(એજન્સી) તા.૧૧
તુર્કીના ઉપપ્રમુખ કાર્યાલયમાંથી એક નિવેદન મુજબ તુર્કીએ લેબેનોનને બૈરૂત બંદર ફરીથી બનાવવા માટે સહાયની ઓફર કરી હતી, આ બૈરૂત બંદર ગયા સપ્તાહમાં એક ભયંકર વિસ્ફોટમાં વિનાશ પામ્યું હતું. શનિવારે લેબેનોનની મુલાકાત દરમ્યાન તુર્કીના ઉપરાષ્ટ્રપતિ ફુઆત ઓકતેયે કહ્યું કે, લેબેનોનને આ જરૂરી સમય દરમ્યાન વધુ તબીબી સહાય અને ખોરાક સહાય મોકલવા માટે તુર્કી તૈયાર છે. અમે સાક્ષી આપીએ છીએ કે તુર્કી અને તુર્કીના લોકોનું લેબેનોનમાં એક વિશેષ સ્થાન છે. અમે અમારા લેબેનીઝ ભાઈઓ અને બહેનોને સંપૂર્ણપણે સ્વતંત્રિત રહેવા આદેશ જારી કરીએ છીએ. તુર્કી અહીં બૈરૂતમાં જ રહેશે જયાં સુધી આ અસરગ્રસ્ત વિસ્તાર સામાન્ય સ્થિતિમાં પાછું ફરી જતું નથી. લેબેનીઝ રાષ્ટ્રપતિ મિશેલ અઉનની મુલાકાત લીધા પછી ઓકતેયે કહ્યું કે બૈરૂત બંદર ફરીથી બનાવવામાં આવશે ત્યાં સુધી લેબેનોન, તુર્કીના મર્સીન બંદરનો ઉપયોગ કરી શકે છે. તુર્કીના અધિકારીઓએ જાનહાનિ અને માલહાની પ્રત્યે શોક વ્યકત કર્યો અને ભારપૂર્વક પુનઃઉચ્ચાર કરતા કહ્યું કે અનકારા દરેક પાસામાં લેબેનોનની મદદ કરવા ઈચ્છા ધરાવે છે, ઓકતેયે કહ્યું અમારી સહાય એજન્સીઓ ટીઆઈકેએ અને એએફએડી અહીંયા તરત જ આવી પહોંચી હતી અને તેની સાથે ઉત્તરી લેબેનોનમાં ટ્રિપોલી બંદર ઉપર ૪૦૦ ટન ઘઉં લાવી હતી જેથી ખોરાકની અછત દુર થાય. અમે દવાઓ અને તબીબી સાધનો પણ સાથે લાવ્યા હતા. તુર્કીના વિદેશ મંત્રી મેવલુત કાવુસોગલુ અને ઓકતેય અહીંયા આવી પહોંચ્યા હતા અને લેબેનોનના વડાપ્રધાન હસ્સન દિયાબને મળ્યા હતા. તે પછી દિયાબે કહ્યું હતું કે લેબેનોનના આવા અઘરા સમયમાં મદદ કરવા તુર્કી તેનાથી બનતા દરેક પ્રયત્ન કરશે. ગયા મંગળવારે લેબેનોન એક ભયંકર વિસ્ફોટથી પીડાયો હતો. જેનો અવાજ સાયપ્રસ જેટલી દુર સ્થિત જગ્યા સુધી સંભળાયો હતો. આ વિસ્ફોટોના કારણે ર૦૦થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા અને પ,૦૦૦ જેટલા ઈજાગ્રસ્ત થયા હતા. રાષ્ટ્રપતિ મિશેલ આઉન મુજબ આ વિસ્ફોટો બૈરૂત બંદરમાં એક વેરહાઉસમાં અસુરક્ષિત રીતે સંગ્રહિત ર,૭પ૦ ટન અમોનિયમ નાઈટ્રેટના લીધે થયા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.