National

‘લોકડાઉનના સમયનો ભરપૂર ઉપયોગ કર્યો’ નીટ પરીક્ષામાં ઇતિહાસ રચનાર શોએબ આફતાબ

(એજન્સી) જયપુર, તા. ૧૭
નીટ ૨૦૨૦ની પરીક્ષામાં ૭૨૦માંથી ૭૨૦ ગુણ લાવીને ઇતિહાસ રચનારા ઓરિસ્સાના શોએબ આફતાબે અંડરગ્રેજ્યુએટ મેડીકલ કોર્સિસમાં પ્રવેશ માટેની પરીક્ષા આપવાનો નવો ગોલ બનાવ્યો છે. તેણે કહ્યું છે કે, મારા પરિવારમાં કોઇ ડોક્ટર નથી. તેથી મને એવી આશા ન હતી કે, હું દેશમાં પ્રથમ આવીશ. મારો ધ્યેય હતો કે, ટોપના ૧૦૦ અથવા ૫૦માં રહીશ પરંતુ સંપૂર્ણ ગુણ મળશે તેવું વિચાર્યું ન હતું. પરીક્ષા મોકૂફ રખાઇ ત્યારે હું ઘણો દબાણમાં આવી ગયો હતો. પરંતુ મારો ધ્યેય બદલાયો ન હતો અને શાંત રહીને સમયનો સદઉપયોગ કરવાનું નક્કી કર્યું. મેં કોરોના વાયરસના લોકડાઉનના સમયનો ભરપૂર ઉપયોગ કર્યો. દેશમાં ડોક્ટર બનવા માટેની પરીક્ષા ગણાતી નીટના પરિણામ ૧૬મી ઓક્ટોબરે જારી થયા હતા. પરિણામ સાથે જ ઓરિસ્સાના શોએબ આફતાબે ઇતિહાસ રચ્ચો હોવાની ઔપચારિક જાહેરાત થઇ ગઇ હતી. શોએબે ૭૨૦માંથી પૂરા ગુણ મેળવીને એક નવો ઇતિહાસ રચ્યો છે પરંતુ ગુણ ૯૯.૯૯ મળે છે અને ટેકનિકલ રીતે તેને ૧૦૦ ટકા માનવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે, અત્યારસુધી મેડીકલની પરીક્ષામાં આવું ક્યારેય બન્યું નથી. શોએબે ઓરિસ્સામાં પણ પ્રથમ આવીને બીજો ઇતિહાસ રચ્યો છે. શોએબના માતા-પિતા પણ પુત્રની મહેનત અને જુસ્સાથી ઘણા ખુશ છે. ઔપચારિક જાહેરાતથી જ શોએબને ટોપ કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    NationalPolitics

    દિલ્હી લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ પછી : અરવિંદ કેજરીવાલની ધરપકડ

    ED ના કેસમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા…
    Read more
    MuslimNational

    ઉત્તરપ્રદેશના બદાયુંમાં ૨ સગીરોની હત્યાના જઘન્ય કિસ્સાનેસાંપ્રદાયિક રંગ આપવામાં આવ્યો : મુસ્લિમોના વિરોધનું આહ્‌વાન

    રાજ્ય પોલીસ અને મૃતકના પરિવારજનો…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.