નડિયાદ,તા.૧પ
વડોદરામાં એક પોલીસકર્મી અને ૯ વર્ષના બાળક સહિત વધુ પ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લાના ડભોઈમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારના પર વર્ષીય ઐયુબ તાઈનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગોત્રી હોસ્પિટલમાં બોડેલીના ૯ મહિનાના બાળકનું શંકાસ્પદ કોરોના વાયરસથી મોત થયું છે. જો કે તેનો રિપોર્ટ હજી પેન્ડિંગ છે. વડોદરામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને ૧રર ઉપર પહોંચી ગઈ છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આનંદનગર સ્થિત સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતી શ્રૃતિ કમલેશભાઈ પટેલને મંગળવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેનો ચેપ તેના પતિ પોલીસ હેડ કોન્સ્ટેબલ કમલેશ બિપિનચંદ્ર પટેલને લાગ્યો છે. આજે પોલીસકર્મીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
જ્યારે વડોદરા શહેરના ૧રર કોરોના વાયરસ પોઝિટિવ પૈકી ૯૮ કેસ તો માત્ર નાગરવાડા અને સૈયદપુરા વિસ્તારના જ છે. જે વડોદરા શહેરના ૮૦ ટકા કેસ થાય છે. જ્યારે નિઝામપુરામાં એક જ પરિવારના પ કેસ, કારેલીબાગ સ્થિત આનંદનગરમાં ૪ કેસ, આજવા રોડ પર આવેલી બહાર કોલોનીમાં ૩ કેસ, સલાડવાડામાં ર અને અંકોડિયામાં ર કેસ નોંધાયા છે. આ ઉપરાંત મકરપુરા, તાંદલજા, મોગલવાડા, રાવપુરા, ગોરવા, પ્રતાપનગર અને ડભોઈમાં ૧-૧ કેસ નોંધાયા છે.
Recent Comments