(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૩
વેસ્ટર્ન રેલ્વે તરફથી ચાલતી ઇન્ટરસીટી અને ભિલાડ એકસપ્રેસ ટ્રેનોનાં સ્ટોપેજ લોકલ ટ્રેન પ્રમાણે હોય છે. જ્યારે ભાડુ સુપરફાસ્ટ તરીકે લેવાતું હોવાથી રેલ્વે તરફથી ઉઘાડી લૂંટ થતી હોવાનો આક્ષેપ કરી કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. સામાજીક કાર્યકર ફારૂકભાઇ સોનીએ કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રીને પત્ર લખી માંગણી કરી છે કે, પશ્ચિમ રેલ્વે તરફથી ઇન્ટરસીટી તેમજ ભિલાડ જેવી ટ્રેનો ગુજરાતમાં ચાલે છે. આ ટ્રેનોનાં સ્ટોપેજ લોકલ ટ્રેન પ્રમાણે છે અને ભાડુ સુપરફાસ્ટનું લેવામાં આવે છે જે રેલ્વે તરફથી ઉઘાડી લૂંટ ચલાવાઇ રહી છે અને રેલ્વેમાં સુપરફાસ્ટ ટ્રેનોમાં જનરલ કોચ પણ વધારવામાં આવે જેથી લોકો સુવિધાથી મુસાફરી કરી શકે. સુપરફાસ્ટ ચાર્જ તાત્કાલીક ધોરણે કેન્સલ કરી લોકલ પ્રમાણે ભાડુ લેવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે.