Gujarat

સયાજી હોસ્પિ.માં બીમાર વૃદ્ધા રઝળી પડ્યા પીડા સહન ન થતાં પુત્રના ખોળામાં જ સૂઈ ગયા

(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૧૦
વડોદરાના વાડી સોનીપોળમાં રહેતાં વિદ્યાબહેન સુખદેવભાઈ ગોહિલ (ઉ.વ.૭૦) છેલ્લા એક સપ્તાહથી તાવ, શરદી, ખાંસીથી પીડાતા હતા. સ્થાનિક તબીબો પાસે દવા લેવા છતાં કોઈ તબિયતમાં સુધારો થતો ન હતો. જેથી તેઓ કોરોના વાયરસની શંકાને લઈ પુત્રને લઈ સવારે સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં તબીબોએ પ્રાથમિક તપાસ કરીને તેઓને એક્સ-રે વિભાગમાં એક્સ-રે કઢાવવા માટે મોકલ્યા હતા.
એક્સ-રે વિભાગ દ્વારા વૃદ્ધાની તબિયતને ધ્યાનમાં લઈને તુરંત જ એક્સ-રે કાઢી આપીને રિપોર્ટ આપવાને બદલે કલાકો સુધી બેસાડી રાખ્યા હતા. તાવથી પીડિત વૃદ્ધા વિદ્યાબહેનથી દુઃખ સહન ન થતાં તેઓ રિપોર્ટની રાહ જોઈને પોતાના પુત્રના ખોળામાં જ સૂઈ ગયા હતા. નોંધનીય છે કે, પોલીસ તંત્ર કોરોના વાયરસના લોકડાઉનમાં સિનિયર સિટીઝનોની સેવા કરી રહી છે. બીજી બાજુ સયાજી હોસ્પિટલમાં સિનીયર સિટીઝનોની અવગણના થઈ રહી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratReligion

    તરાવીહની નમાઝ પઢી બહાર આવતા મુસ્લિમ ભાઈઓને ચા પીવડાવતા કોમી એકતાની જ્યોત પ્રજ્વલિત બની

    વઢવાણમાં હિન્દુ યુવાન મનોજનું…
    Read more
    Gujarat

    ધોળકામાં જુગારની રેડમાં પકડાયેલા આરોપીનું મોત થતાં હોબાળો : સિવિલમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાયું

    અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ જીઁ ધોળકા…
    Read more
    GujaratReligion

    ગનીભાઈ વડિયાએ કોમી એકતા મહેકાવી આણંદપુરના મુસ્લિમ બિલ્ડરે ગામની ૧૦૦ હિન્દુ મહિલાઓને ધાર્મિક યાત્રા કરાવી

    સુરેન્દ્રનગર, તા.૧૮ચોટીલા તાલુકાના…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.