Gujarat

સરથાણામાં ભેજાબાજોએ ખેડૂતના ખાતામાંથી ૭૯ હજાર ઉપાડ્યા

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૧
સરથાણાના ખેડૂતને બેંક ઓફ બરોડા નામે ફોન કરી માર્ચ એન્ડિંગનું બહાનું બતાવી બેંક ખાતાની ડિટેઈલ લીધા બાદ ખાતામાંથી રૂ.૭૮,૭૯૫ની રકમ ઓનલાઈન ઉપાડી લઇ ભેજાબાજોએ ઠગાઇ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સરથાણા શ્યામગામ ચોક સ્થિત મહાવીર નગર ખાતે રહેતાં અને વ્યવસાય ખેડૂત ભૂપતભાઈ પોપટભાઈ બલરને ગત ૨૬મી માર્ચથી ૩૦મી માર્ચ દરમિયાન કોઈ ઠગે ભૂપતભાઈને ફોન કરી પોતાની ઓળખ છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ઈન્દ્રાલ ગામે આવેલ બેંક ઓફ બરોડાની શાખાના કર્મચારી તકરીકે ઓળખ આપી તમારા ખાતામાં બેલેન્સ ઓછું છે. માર્ચ એન્ડીંગ હોવાથી બેલેન્સ કરાવો, ત્યારબાદ તમારૂ એટીએમ કાર્ડ બંધ થવાની તૈયારીમાં છે. એટીએમ કાર્ડ ન થતા આધાર કાર્ડ નંબર આપો તેમ કહ્યું હતું. જેથી ભૂપતભાઈ ડિટેઈલ આપતા ઠગ શખ્સે તેનો ફાયદો ઉઠાવી તેઓના બેંક ખાતામાંથી રૂ.૭૮,૭૯૫ ઓનલાઈન ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. ખેડૂત ભૂપતભાઈએ આ અંગે સરથાણા પોલીસ ઈન્સ્પેક્ટર એન.ડી. ચૌધરીને જાણ કરી હતી. જેથી પીઆઈ ચૌધરીએ પાસબુકના આધારે છેતરપિંડીની ફરિયાદ નોધી આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.