Gujarat

સુરતમાં પરપ્રાંતિયોની સુરક્ષા માટે દરેક પોલીસ મથકમાં એક ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત

(સંવાદદાતા દ્વારા), સુરત તા.૧૦
ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતીય નાગરિકો પર થયેલ હુમલા પગલે શહેર પોલીસ દ્વારા આગોતર, આયોજન હાથ ધરવામાં આવ્યું છે. દરેક પોલીસ મથકમાં એક-એક ક્વિક રિસ્પોન્સ ટીમ આજથી તૈનાત કરવામાં આવી છે. પરપ્રાંતીયને ધમકી મળે તો તેની તાત્કાલિક મદદનું કામ આ ટીમ કરશે.
સુરત શહેર પોલીસ કમિશનર સતીષ શર્મા દ્વારા આજે બપોરે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં કોઈ પણ નાગરિકને કોઈ પરેશાની નથી તે ચાહે ઉત્તર ભારતીય હોય, દક્ષિણ ભારતીય હોય કે ગુજરાતી હોય આ માહોલને બનાવી રાખવા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબુત બનાવવા માટે શહેર પોલીસ દ્વારા આજે કેટલાક મહત્ત્વના પગલા લેવામાં આવ્યા છે. આજથી દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એક્સ્ટ્રા મોબાઈલ વેન કાર્યરત રહેશે. જેને ક્વિક રિસ્પોન્સ ટીમ કહેવામાં આવશે. જે માત્ર આ કામ કરશે કે કોઈ પરપ્રાંતીયને કોઈ ભય ધમકી મળે તો તાત્કાલિક મદદ કરવામાં આવશે. એક પીએસઆઈ, ચાર પોલીસ જવાન, હથિયાર અને ગેસની સાથે રહેશે. આ ટીમ બે સીફ્‌ટમાં ચોવીસ કલાક કામ કરશે. બીજા મહત્ત્વનો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે સવારે ૮ થી રાત્રે ૧૨ વાગ્યા સુધી દરેક પોલીસ ઈન્સ્પેક્ટર પોલીસ મથકે અથવા પોલીસ મથક વિસ્તારમાં હાજર રહેશે. પોતાનો વિસ્તાર છોડવો હોય તો ડીસીપીની પરમીશન લેવી પડશે. દરેક એસીપી, ડીસીપીને પણ સૂચના અપાઈ છે કે તેઓ વધુમાં વધુ સમય પોતાના વિસ્તારમાં જ રહે જેથી કોઈ ઘટના બને તો અથવા કોઈને ધમકી મળે તો તાત્કાલિક પગલા લઈ શકાય અને તેનું નિરાકરણ લાવવામાં આવશે. પોલીસ કન્ટ્રોલ રૂમને સૂચના આપી છે કે કોઈપણ પરપ્રાંતીય ઉત્તર ભારતીય તરફથી કોઈ કોલ કે સૂચના મળે તો તાત્કાલિક ક્વિક રિસ્પોન્સ ટીમ, જે તે પોલીસ મથકના ઈન્સ્પેક્ટર, એસીપી, ડીસીપી સ્થળ પર પહોદ્વચી સમસ્યાનો નિરાકરણ લાવશે. ક્રાઈમ બ્રાંચ સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે. વાંધાજનક ટિપ્પણી કરનારાઓને બોલાવીને તેમને સૂચના આપવામાં આવી છે. તેમ છતાં જા તેઓ સોશિયલ મીડિયા પર ભડકાઈ પોસ્ટ મુકશે અને અફવા ફેલાવશે તો તેમના ઉપર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.