Gujarat

સુરેન્દ્રનગરમાં જી.બી.એસ. વાયરસથી એક વિદ્યાર્થી તથા આશાસ્પદ યુવાનનું મોત

(સંવાદદાતા દ્વારા) વઢવાણ, તા.૧૬
સુરેન્દ્રનગર શહેરમાં જી.બી.એસ. વાયરસનો રોગ ધીરેધીરે વકરી રહ્યો છે. છેલ્લા ૧પ દિવસમાં આ વાયરસના કારણે બે વ્યક્તિઓનાં મોત નિપજ્યા છે. જ્યારે બે વ્યક્તિઓ હાલ અમદાવાદ આ રોગની સારવાર મેળવી રહ્યા છે.
જિલ્લામાં સૌપ્રથમ જી.બી.એસ.નો કેસ જોરાવરનગર ખાતે નોંધાયો હતો. જેમાં એક બાળકનું મોત પણ નિપજ્યું હતું. ત્યારબાદ રતનપર અને ચમારજ ખાતે પણ. બે વિદ્યાર્થીઓને વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા. તેઓને સારવાર માટે અમદાવાદ ખસેડાવમાં આવ્યા હતા.
જ્યારે જી.બી.એસ.ના વાયરસમાં વધુ એક આશાસ્પદ યુવાન ભોગ બન્યો છે. તેમ છતાં આજ દિન સુધી પાલિકા અને આરોગ્ય તંત્ર ઘોર ફરિયાદો ઉઠવા પામેલ છે.
જાણવા મળી રહેલ. માહિતી અનુસારમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જી.સી.એસ. (ગુલીયન બેર સિન્ડ્રોમ) નામના વાયરસ દેખાય દેતા જોરાવરનગરના ખારકૂવા વિસ્તારમાં સૌ પ્રથમ કેસ નોંધાયો હતો. જેમાં વણકર સમાજના ધો.૭માં અભ્યાસ કરતા હિમાંશુ (ઉં.વ.૧૩) સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા બાદ મોત નિપજેલ હતું. જ્યારે રતનપર ઘૌઢામાં અભ્યાસ કરતો સમીર મહેબુબભાઈ પરમાર અને ચમારજ નામનો ધો.૧૧માં અભ્યાસ કરતો મેહુલ જસરાજની તબિયત લથડતા સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રિપોર્ટમાં શંકાસ્પદ જી.બી.એસ.ના વાયરસનો ફેલાવો અને રોગનો શિકાર બન્યા હોવાનું ધ્યાન આવેલ હતું. સુરેન્દ્રનગર શહેરના મેળાના મેદાન સામે વાદીપરા વિસ્તારમાં રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતા આશાસ્પદ યુવાન કેવીન વિજયભાઈ જાદવ(ઉં.વ.ર૧)ને અંદાજે એકાદ માસ પહેલાં સામાન્ય તબિયત લથડાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમ છતાંય તબિયતમાં સુધારાના બદલે તબિયત વધુ લથડાતા સારવાર માટે તેને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ કેવીન વિજયભાઈ જાદવ (ઉં.વ.ર૧)નું મૃત્યુ નિપજવા પામેલ છે. ત્યારે કોલેજિયન યુવાનના મોતથી પરિવારજનોમાં કલપાંત અને દુઃખની લાગણી છવાઈ જવા પામેલ છે.
સમીર મહેબૂબ જોરાવર નગરના રતનપર વિસ્તાર જ્યારે મકુલ જસરાજ (રહે.ચમાર) હાલ અમદાવાદ સારવાર મેળવી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારોમાં નિયમિત સાફસફાઈનો સદંતર અભાવ છે. ગંદકીના ઢગલા કચરાના ગંજાવરો ઊભરાતી ગટરો અને ફેલાતા ગંદાપાણીના કારણે ઉત્પન્ન થતા મચ્છરોના ઉપદ્રવથી આવા રોગ ફેલાય છે. તેવું તબીબો જણાવી રહ્યા છે.