(એજન્સી) તા.૧૭
સ્ટોકહોમ યુનિવર્સિટીમાં ત્રણ દિવસીય ઓનલાઈન તાલીમ કાર્યક્રમમાં સ્વીડનની રાજકુમારી સોફિયા સ્વયંસેવી આરોગ્ય સેવા તરીકે ભાગ લેશે. ૩પ વર્ષીય સોફિયાહેમેટ સ્ટોકહોમની હોસ્પિટલમાં સ્વયં સેવા કરશે જેમાં તે માનદ સભ્ય છે.
રોયલ શાહી પરિવારની વેબસાઈટ રોયલ સેન્ટ્રલ પર એક નિવેદનમાં લખ્યું કે, સંકટમાં અમે પોતાને જોઈએ છીએ રાજકુમારી તેમાં સામેલ થવા ઈચ્છે છે અને આરોગ્ય સારસંભાળ વ્યવસાયોના મોટા કામના ભારને દૂર કરવા માટે એક સ્વૈચ્છિક કાર્યકર્તા તરીકે યોગદાન આપવા ઈચ્છે છે. હોસ્પિટલમાં દર અઠવાડિયે ૮૦ લોકોને બિન-ચિકિત્સકીય કાર્યો માટે તાલીમ આપવામાં આવે છે. જેમ કે રસોઈમાં કામ કરવું, સફાઈ, જંતુનાશક ઉપકરણ અને ડોક્ટરો અને નર્સો પર ભારને ઘટાડવો કારણ કે કોરોના વાયરસ મહામારીના પ્રક્રોપના કારણે તેમનો કાર્યભાર ઘણો વધી ગયો છે. રાજકુમારી સોફિયા, પ્રિન્સ કાર્લ ફિલિપની પત્નીને અન્ય સ્ટાફ સભ્યોની સાથે એક તસવીર માટે પોઝ આપતા વાદળી રંગના સ્કાફ પહેરેલા જોવામાં આવ્યા હતા. ૩પ વર્ષીય સોફિયા પહેલા એક મોડલ હતી અને હવે કિંગ કાર્લ ગુસ્તાફના પુત્ર પ્રિન્સ કાર્લ ફિલિપની સાથે તેમના બે બાળકો છે.
અન્ય કેટલાક દેશોની જેમ વાયરસના પ્રસારને ધીમો કરવા માટે સખ્ત લોકડાઉન ઉપાયોને લાગુ ના કરવા માટે વૈજ્ઞાનિકો અને આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા સ્વીડનની ટીકા કરવામાં આવી છે. ૧.૭ર કરોડની વસ્તીવાળા દેશે ગુરૂવારે ૧૭૦ લોકોના કોરોનાના કારણે મોતની સુચના આપી અને હાલમાં કુલ ૧ર,પ૪૦ કેસનું સમર્થન થયું છે.