Sports

હરભજન સિંહે કર્યો ચીની વસ્તુઓનો વિરોધ તો ચીનને લાગ્યા મરચાં

નવી દિલ્હી, તા.૧૯
લદ્દાખની ગલવાન વૈલીમાં ચીનના સૈનિકો વચ્ચે અથડામણમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા બાદ દેશભરમાં ચીનનો વિરોધ થઈ રહ્યો છે. Boycott Chinese Goods ટ્રેન્ડ થઈ રહ્યું છે. ભારતીય ક્રિકેટર હરભજન સિંહે તમામ ચીનની પ્રોડક્ટ અને સામાન પર પ્રતિબંધ લગાવવાની વાત કરી દીધી છે. આ વાત કમ્યુનિસ્ટ પાર્ટી CCPના મુખપત્રમાં આ વાત સહેજ પણ પસંદ આવી નથી.
હરભજનના આ નિવેદન બાદ સંપાદક હૂ શીઝીને ટ્‌વીટ કર્યુ અને કહ્યું કે ચીન હવે એ સમયથી ખૂબ આગળ નીકળી ગયું છે જેમાં સેલિબ્રિટીઝ વિદેશી સામાનને બહિષ્કાર કરવાની વાતો કરતા હતા. આ પ્રભાવી ભારતમાં સૌથી સ્પોર્ટેસ સ્ટાર છે. આવી વાત કરીને તેમની નકારાત્મક અને વિચારશૈલી પર આંગળી ઉઠે તેવું લાગી રહ્યું છે. હરભજને એક વાર ફરીથી ટ્‌વીટ કર્યુ હતું. આ વખતે હરભજને હિન્દીમાં લખ્યું કે શરીર તેમજ રાષ્ટ્ર બંનેને સ્વસ્થ રાખવાનો એક જ ઉપાય છે. ચીની બંધ કરો. શરીર માટે દેશી ગોળ અને રાષ્ટ્ર માટે દેસી ગૂડ. દિલ્હી મેરઠ રૈપિટ રેલ નેટવર્ક માટે ચીનની કંપનીઓને આપેલ ઓર્ડર રદ્દ કરી દીધો છે. બીએસએનએલ પણ પોતાના 4Gના અપગ્રેડશન માટે ચીની વસ્તુઓનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે.