Ahmedabad

હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવાની મુદ્દત તા.ર૮ ફેબ્રુઆરી સુધી લંબાવાઈ

અમદાવાદ, તા.૩૧
કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરેલી જોગવાઇ અનુસાર વાહનો પર HSRP લગાવવી ફરજિયાત છે. રાજ્યમાં ૧૬ નવેમ્બર,૨૦૧૨થી HSRP લગાવવાની કામગીરી આર.ટી.ઓ/એ.આર.ટી.ઓ. ખાતે શરૂ કરવામાં આવી છે.
રાજ્યના જુના વાહનોમાં હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ HSRP લગાવવા માટેની આખરી તા.૩૧/૦૧/૨૦૧૯ જાહેર કરવામાં આવી હતી જે સંદર્ભે લગાવવા માટે જનતાનો આર.ટી.ઓ./એ.આર.ટી.ઓ. ખાતે વધુ પડતા ઘસારાને અનુસંધાને તેમજ નાગરિકોની વધુ સગવડતાને ધ્યાને રાખી HSRP લગાવવા માટેની તા.૨૮ ફેબ્રુઆરી-૨૦૧૯ સુધી લંબાવવામાં આવી છે. જે તારીખ સુધીમાં જનતાએ વાહનો પર HSRP લગાડવી ફરજિયાત રહેશે. આ આખરી મુદત હોઇ આ મુદત બાદ તા. ૧લી માર્ચ-૨૦૧૯થી HSRP વિનાના વાહનો સામે સબંધિત તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, જેની નાગરિકોએ નોંધ લેવા ખાસ ફરજ પરના અધિકારી, વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.