National

અરૂણાચલ પ્રદેશમાં ‘ચોકીદાર’ મોદીની સભા પહેલા વાહનમાંથી ૧.૮૦ કરોડની રોકડ મળી આવી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩
અરૂણાચલપ્રદેશના ભાજપના મુખ્યમંત્રી પેમા ખાંડુના કાફલા પર ભારતીય ચૂંટણી પંચના નિરિક્ષકોએ દરોડા દરમિયાન તલાશી લેતા ૧.૮૦ કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે જેમાં કાફલામાં ડેપ્યુટી સીએમ ચોવના મેઇન અને ભાજપના અરૂણાચલપ્રદેશના અધ્યક્ષ તાપિર ગાઓ પણ હાજર હતા. બુધવારે સવારે ૧૦ વાગે વડાપ્રધાન અને ‘ચોકીદાર’ નરેન્દ્ર મોદીની સભાના કલાકો પહેલા જ કરાયેલી રેડમાં કરોડો રૂપિયા મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે. સમીક્ષકો જોકે એવું માને છે કે, ચૂંટણી પંચ ભાજપ અને વડાપ્રધાન પ્રત્યે ઉદાર હોવાથી તેમને કોઇને કોઇ બહાનાથી છોડી મુકશે. અરૂણાચલપ્રદેશના કોઇ અખબારમાં આ અંગેના સમાચાર પ્રકાશિત થયા ન હતા કારણ કે આ દરોડા મોડી રાતે પડાયા હતા. પરંતુ સોશિયલ મીડિયા પર આ અંગેના ફોટા તથા વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.
કોંગ્રેસે વીડિયો જારી કરી અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ પર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ મુખ્યમંત્રી પેમા ખાંડુ અને ભાજપ પર અરૂણાચલ પ્રદેશમાં નાણાના જોરે મતો ખરીદવાનો આરોપ લગાવ્યો છે. સૂરજેવાલાએ કહ્યું કે, ચંૂંટણી પંચના અધિકારીઓએ મુખ્યમંત્રીના કાફલા પાસેથી ૧.૮૦ કરોડની રોકડ જપ્ત કરી છે. મળી આવેલા નાણા અંગે શંકા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, આ નાણાનો ઉપયોગ આજે પાસીઘાટમાં થનારી વડાપ્રધાન મોદીની રેલીમાં થવાનો હતો. તેમણે ઉમેર્યું કે, અરૂણાચલપ્રદેશના પાસીઘાટમાં મંગળવારે રાતે આશરે ૧૨ વાગે પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુના કાફલા પર દરોડા પડાયા હતા. કાફલામાં ગેરકાયદે રીતે રોકડ લઇ જવાની ફરિયાદ મળી હતી. જ્યારે ચૂંટણી પંચના અધિકારીઓએ મુખ્યમંત્રીના કાફલાની તલાશી લીધી ત્યારે કાફલાના વાહનમાંથી ૧.૮૦ કરોડની રોકડ મળી આવી હતી. મુખ્યમંત્રી સાથે તેમના કાફલામાં ઉપમુખ્યમંત્રી અને ભાજપના અરૂણાચલપ્રદેશના અધ્યક્ષ પણ હાજર હતા. નાણા પકડી પાડવાનો સનસનાટીપૂર્ણ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
રણદીપ સૂરજેવાલાએ પ્રશ્ન કર્યો છે કે, શું આ નાણા ભાજપના પક્ષમાં મતદારોને લુભાવવા માટે હતા. શું આ કાળુ નાણું નથી. શું અત્યારસુધી ચૂંટણી પંચે ફરિયાદ દાખલ કરવી જોઇએ નહીં. અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી સામે ફરિયાદ દાખલ કેમ નથી થઇ. કોંગ્રેસે માગ કરી છે કે, આ સમગ્ર મામલે ખાસ કરીને પેમા ખાંડુ, ડેપ્યુટી સીએમ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ પ્રાથમિક દૃષ્ટીએ જ સંડોવાયેલા દેખાય છે. અમારી માગ છે કે, તેમની સામે કાર્યવાહી થાય. સૂરજેવાલાએ પત્રાકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે, મળતી માહિતી પ્રમાણે પાસીઘાટના સિઆંગ ગેસ્ટ હાઉસમાં પાર્ક કરાયેલા વાહનમાંથી નાણા મોકલવામાં આવી રહ્યા હતા. યુવા કોંગ્રેસ સાથે સંકળાયેલા ફરિયાદીઓની હાજરીમાં પાંચ વાહનોની તલાશી લેવામાં આવી હતી. તલાશીમાં ૫૦૦ની નોટોમાં ૧.૮૦ કરોડની રોકડ કબજે કરવામાં આવી હતી. ભાજપ તરફથી મેબો લોકસભા વિસ્તારના ઉમેદવાર ડો. ડેંગી પ્રેમેની ગાડીમાંથી એક કરોડ રોકડા અને ડેપ્યુટી મુખ્યમંત્રી ચોવના મેઇનની ગાડીમાંથી ૮૦ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અરૂણાટલપ્રદેશમાં ચૂંટણીઓ પહેલા જ વિવિધ સ્થળોથી કુલ ૬ કરોડ રૂપિયાની રોકડ કબજે કરવામાં આવી છે. આ વખતે રાજ્યના પાટનગર ઇટાનગરથી ૨૬૫ કિલોમીટર દૂર આવેલા પાસીઘાટના ગેસ્ટ હાઉસમાં પાસે પાર્ક કરાયેલી કારો અંગે કોંગ્રેસના યુવા કાર્યકરો દ્વારા ફરિયાદ કરાતા ચૂંટણી પંચના અધિકારીઓએ તલાશી લેતા અહીંથી ૧.૮૦ કરોડની રોકડ મળી આવી હતી. બીજી તરફ મુખ્યમંત્રી પેમા ખાંડુએ કહ્યું છે કે, આ ખોટી વાત છે, કેશ ફોર વોટ કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, ભાજપના ઉમેદવારની કારમાંથી જે નાણા મળી આવ્યા છે તેની તપાસ ચાલુ છે અને ચૂંટણી પંચ આ અંગેની વિગતો જાહેર કરશે. બીજી તરફ સૂરજેવાલાએ સવાલ કર્યો હતો કે, શું આ પહેલા કહેવાતું હતું તે પ્રમાણે ૮૦ લાખ કરોડના કાળા નાણામાંની જ રકમ છે. શું આનાથી પુરવાર નથી થતું કે ચોકીદાર ચોર છે. શું આ ભ્રષ્ટાચાર કરવાનું સીધું કૃત્ય નથી ?

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.