(એજન્સી) કુપવાડા,તા.૧૬
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. એન્કાઉન્ટરમાં જવાનોએ એક આતંકીને ઠાર કરી દીધો છે. ગોળીબારમાં બે જવાન પણ ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુપવાડાના સફાવલી વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઠાર કરવામાં આવેલા એક આતંકી પાસેથી એક એકે ૪૭ મળી આવી છે. આ પહેલાં ગયા સપ્તાહમાં પણ બુધવારે કાંદીમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં પણ એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. આ એન્કાઉન્ટરમાં બે જવાન પણ શહીદ થયા હતા. ભારતીય સેનાએ આતંકીઓના મૃતદેહની સાથે તેમના ગોળા-બારુદ પણ જપ્ત કરી લીધા હતા.