ભૂજ, તા.૧૨
કંડલા ખાતે શિરવા કેમ્પ ઝૂંપડપટ્ટીમાં રહેતા ૪ બાળકો નજીકના પાણીના ખાડામાં આજે બપોરે ન્હાવા પડ્યા બાદ ડૂબવા લાગતા સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક બાળકોને બહાર કાઢ્યા હતા. આમ, છતાં જૂનૈદ આલમ નામના ૧૦ વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત થયું હતુું જ્યારે ૧. સૂફી આલમ (ઉ.વ.૬), ર. કુસ્મિદી આલમ (ઉ.વ.૮), ૩. આફરિન મહંમદ ફકરૂદ્દીન (ઉ.વ.૭) નામની ૩ બાળકીઓ બચાવી લેવાઈ હતી. પવિત્ર રમઝાન માસ બાદ ઈદને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ ઘટના બનતા કંડલા મુસ્લિમ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાના પગલે મુસ્લિમ અગ્રણીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.