(એજન્સી) તા.૧૦
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને મૃત કે જીવિત પકડવા માટે ૧ કરોડ રૂપિયા રવિવારે પોસ્ટ દ્વારા પાર્ટી નેતા અપરુપા પોદ્દારના ઘરે કોલકાતા મોકલાવી દેવાયા હતા. જેમાં રાજીવ કિલ્લા નામના એક વ્યક્તિના હસ્તાક્ષર છે. આ પત્રની એક કોપી પોદ્દારે સેરામપુર પોલીસ સ્ટેશનને મોકલી આપી હતી. પત્રમાં એક વાપસી સરનામું અને ત્રણ ફોન નંબર પણ હતા. પત્રમાં બેનરજીને એક દાનવ અને જેહાદી તરીકે વર્ણવવામાં આવ્યા છે અને ૧ કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત પણ કરવામાં આવી છે. આ પત્રમાં કહેવાયું છે કે જે પણ વ્યક્તિ મુખ્યમંત્રી મમતા બેનરજીને જીવિત કે મૃત પકડી લાવશે તેને આ ઈનામ મળશે. આવું પહેલીવાર નથી બન્યું જ્યારે મુખ્યમંત્રી મમતા બેનરજી માટે આવા અપમાનજનક શબ્દો વાપરવામાં આવ્યા હોય. આ અઠવાડિયાની શરૂઆતમાં ભાજપના ધારાસભ્ય સાક્ષી મહારાજે પણ મમતા બેનરજીની તુલના હિરણ્યકશ્યપના પરિવાર સાથે કરી હતી. કેમ કે જય શ્રી રામની નારેબાજી કરનારા લોકો વિરુદ્ધ વાંધો દર્શાવી રહ્યાં હતાં. હિરણ્યકશ્યપ વિશે મનાય છે કે તેણે પોતાના પુત્ર પ્રહલાદને કેદમાં નાખી દીધો હતો અને તેને ભગવાનમાં વિશ્વાસ રાખવા બદલ યાતનાઓ પણ આપી હતી. હિરણ્યકશ્યપ નામનો એક રાક્ષસ હતો. તેના દીકરાએ જય શ્રી રામ કહ્યું તો તેણે પોતાના દીકરાને જેલમાં પૂરી દીધો હતો. હવે એવું જ બંગાળમાં થઈ રહ્યું છે.