(એજન્સી) જમ્મુ-કશ્મીર, તા. ૭
જમ્મુ-કશ્મીરનાં પુલવામામાં સીઆરપીએફની ટીમ પર આતંકીઓએ ગ્રેનેડ દ્વારા હુમલો કર્યો છે. આ હુમલાને અંજામ આપ્યા બાદ આતંકીઓએ મોકા પર ફરાર થવામાં સફળ થયાં છે. આ હુમલામાં સીઆરપીએફનાં એક જવાન ગંભીર રૂપથી ઘાયલ થયેલ છે. જો કે હાલમાં જવાનને સારવાર માટે પહેલા પુલવામા જિલ્લાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવેલ છે.
જવાનની હાલત ગંભીર હોવાંને લઇ તેઓને સેનાનાં બેસ હોસ્પિટલમાં સ્થાનાંતરિત કરી દેવામાં આવેલ છે. કે જ્યાં જવાનની હાલત સ્થિર બની ગઇ છે. ત્યાં જ બીજી બાજુ સીઆરપીએફ અને સ્થાનીય પોલીસે ગ્રેનેડ હુમલો કરીને આતંકીઓની તપાસમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધેલ છે.
સીઆરપીએફનાં વરિષ્ઠ અધિકારીનાં જણાવ્યા અનુસાર પુલવામાનાં તહાવ ચોક પર કાયદાકીય વ્યવસ્થા ચાલુ રાખવા માટેની દ્રષ્ટિથી સીઆરપીએફનાં ૧૮૨ બટાલિયનની એક ટીમને તૈનાત કરી દેવામાં આવેલ છે. સાંજે અંદાજે સાડા ચાર કલાકે મોકા પર કંઇક અજ્ઞાત આતંકી પહોંચ્યાં અને તેઓએ ગ્રેનેડ ફેંકીને જવાનો પર હુમલો કર્યો હતો. જવાને પોતાનાં બચાવમાં કંઇક કરે તે પહેલાં જ ગ્રેનેડ ફેંકી દેવામાં આવ્યો.
સીઆરપીએફનાં જણાવ્યાં અનુસાર જવાનને પહેલા પ્રાથમિક સારવાર માટે પુલવામા જિલ્લાની હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યાં. હાલત ગંભીર થવાને લઇને તેઓને બાદમાં સેનાની બેસ હોસ્પિટલમાં જ સારવાર માટે મોકલી દેવામાં આવેલ.
સ્થાનિક સુરક્ષા અધિકારીઓએ આપેલી માહિતીને અનુસાર આ હુમલાને અંજામ આપ્યા પછી આતંકીઓ ફરાર થવામાં સફળ સાબિત થયાં હતાં. આ હુમલાની જાણકારી થતાં જ સીઆરપીએફ અને સ્થાનિક પોલીસની જોઇન્ટ ટીમ બનાવવામાં આવી છે. આ ઘટના બાદ સુરક્ષાદળે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દીધી છે જેથી આતંકીઓ વિસ્તારમાંથી બહાર ના નીકળી શકે. લગભગ એક ડઝનથી પણ વધારે લોકોની ટીમને આતંકીઓની શોધખોળ કરવા માટે લગાડી દેવામાં આવી છે.