અમદાવાદ,તા.ર૮
રૂા.૪૦૦૦ કરોડની મગફળી ખરીદીમાં થયેલી ગેરરીતિની હાઈકોર્ટના સિટીંગ જજના નેતૃત્વ હેઠળ વિધાનસભાની સર્વપક્ષીય સંયુકત સમિતિ દ્વારા ન્યાયિક તપાસ માટે ઉચ્ચસ્તરે રજૂઆત કરી વિનંતી સહ માગણી કરી હોવા છતાં આજદિન સુધી રાજય સરકારે કોંગ્રેસ પક્ષની આ માગણીનો સ્વીકાર કર્યો નથી. અને માત્ર ચાર ગોડાઉનોમાં આગ લાગી તેના કારણોની તપાસ માટે જ તપાસ પંચ નિમવામાં આવ્યું છે જો કોંગ્રેસ પક્ષની માગણી સ્વીકારવામાં નહીં આવે તો ૭ર કલાકના ઉપવાસ આંદોલન પુનઃ શરૂ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હજુ તો મગફળી કૌભાંડની તપાસ થઈ નથી અને મગફળી ભરવાના બારદાનનું કૌભાંડ સામે આવ્યુાં છે. મગફળી ભરવાના બારદાન બાંગ્લાથદેશથી વાયા કોલકત્તા થઈ ગુજરાતમાં આવ્યા હોવાનું જણાવતાં વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, બારદાન ખરીદીને અને આગ લગાવેલ બારદાનના ભાવમાં રૂા. ૨૬ના ભાવફેરમાં જ રૂા. ૫૦ કરોડ જેટલી રકમનું કૌભાંડ થયું છે. આ તમામ બાબતની તપાસની માંગણી કોંગ્રેસ પક્ષ કરે છે.
પરેશ ધાનાણીએ કૃષિ પાક વીમા યોજનાના સરળીકરણ માટે આજરોજ અમરેલીના ખેડૂત પ્રતિનિધિ મંડળ સાથે કૃષિ મંત્રી મળી રજૂઆત કરી હતી. ભારત સરકારે પાક વીમા યોજનાનું મોડીફીકેશન કર્યું છે. પહેલાં સમગ્ર દેશમાં ભારત સરકારની નોડલ એજન્સી તરીકે એગ્રીકલ્ચાર ઈન્યો વીમરન્સક કંપની ઓફ ઈન્ડિપયા સમગ્ર દેશમાં કૃષિ પાક વીમાનો ઈન્યોનીરન્સક કવર કરતી હતી. એનડીએ સરકારે ખેડૂતોની પાક વીમા યોજનાનું ખાનગીકરણ કરી રાજ્યીમાં ૧૦ જેટલી ખાનગી કંપનીઓના હવાલે ખેડૂતોના ભવિષ્યને ખાનગી કંપનીઓના હવાલે કરવાનું પાપ કર્યું છે. નવી યોજનામાં તાલુકાનું ગ્રામ્યે કક્ષાના યુનિટ તરીકે વિભાજન કર્યું. કૃષિ ફસલ બીમા યોજનાના મોડીફીકેશનથી ખાનગી કંપનીઓને સરકારી લૂંટવાનો પીળો પરવાનો ભાજપ સરકારે આપ્યોક છે. પાક વીમા માટે મુખ્યે અને ગૌણ પાક માટે જિલ્લાવાર ટેન્ડ ર પદ્ધતિથી અલગ-અલગ પ્રિમિયમના દર નક્કી કરવામાં આવ્યાટ છે. ખેડૂતો માટે મુખ્યવ અને ગૌણ પાક માટેના પ્રિમિયમની રકમ સીમિત કરીને પડદા પાછળ રાજ્ય્ની તિજોરીમાંથી કૃષિ સબસીડીના નામે કરોડો રૂપિયા ખાનગી કંપનીને કમાવી આપવાની ભાજપની વૃત્તિનો પર્દાફાશ થયો છે. પરેશ ધાનાણીએ જણાવ્યુાં હતું કે, રાજ્યિના ૧૮ હજાર ગામોમાં પાક નુકસાનીનું કેલક્યુકલેશન શંકાના દાયરામાં છે. પહેલાં તાલુકાને યુનિટ ગણી ૧૦ ગામ, તેના ૨૦ સર્વે નંબર, ૨૦ પાક અખતરા પરથી એરિયા રીડકશન મુજબ વીમો ચુકવાતો હતો હવે ગામદીઠ ઓછામાં ઓછા ૪ અને વધુમાં વધુ ૭ અખતરા પ્રમાણે ૭૨ હજાર અખતરા કરવામાં આવે છે. ભૂતકાળમાં ક્લા સ-૧, સુપર ક્લામસ-૧ અને ટેકનીકલ પર્સન પાસે સર્વે કરાવવામાં આવતા હતા. હવે ખાનગી કંપનીઓ દ્વારા નિયત ધારાધોરણ તોડીને ઓછું ભણેલા અને જાણકાર ન હોય તેવા વ્યતક્તિ ઓને માત્ર કાગળ પર જ કોન્ટ્રાાક્ટર અપાયા છે, તેઓ દ્વારા ગ્રાઉન્ડ વીઝીટ કર્યા વગર જ કરવામાં સર્વે કરવામાં આવે છે. તેમણે માત્ર કરી હતી કે, રાજકારણથી પર ઉઠી જગતનો તાત અત્યાવરે જે ભારે મુશ્કેરલીનો સામનો કરી રહયો છે, તેના ખિસ્સાતમાં સીધા પૈસા પહોંચાડવાની વ્યોવસ્થા કરવા કૃષિ ક્ષેત્રમાંથી ખાનગી એજન્સીકઓને દૂર કરવી જોઈએ અને ખેડૂતો લોન લે ત્યારિે કપાઈ જતી ૫૫% જેટલી રકમના બદલે ખેડૂતોને ૪૦-૫૦% રકમ સીધી જ આપવા સૂચન કર્યું હતું. ગ્રામ્ય કક્ષાએ અલગ એકાઉન્ટર ખોલી ખેડૂતોના પ્રિમિયમ સાથે સબસીડીની રકમ ખાનગી એજન્સી ઓ દ્વારા ચૂકવવાને બદલે સીધી તેમાં જમા કરાવવા જણાવ્યું હતું.