(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૯
વેપારીને એક અજાણ્યો ગઠિયો મોબાઇલ ફોન દ્વારા સંપર્ક કરીને રિલાયન્સ કંપનીના ટાવર ઉભા કરવા માટે જગ્યાની જરૂર છે તથા કંપની દ્વારા દર મહિને ૩૦ હજાર ભાડુ ચૂકવશે. તેવી લોભામણી લાલચ આપીને વેપારી પાસેથી અગલ – અલગ તારીખોમાં બેંક દ્વારા તેની કંપનીના રૂપિયા એક લાખથી વધુ જમા કરાવી લીધા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર અડાજણ મહાલક્ષ્મી મંદિર પાસે સિધ્ધાર્થ કોમ્પલેક્ષ સ્થિત ગણેશ ઇલેટ્રોનિકના નામે વેપાર કરતા રાજેશ શેષરાલ પાટીલ મોબાઇલ ફોન ઉપર ફોન આવેલ અને મુંબઇ રિલાયન્સ જીયો કંપનીના અધિકારી સતિષ શર્મા બોલું છું. એવી ઓળખ આપીને સુરતમાં રિલાયન્સ કંપનીના ટાવર ઉભા કરવા માટે જગ્યાની જરૂર છે, અને કંપની દર મહિને રૂપિયા ૩૦ હજાર ભાડુ ચૂકવશે તેવી લોભામણી વાતો કરીને વેપારીને તેના વોટ્‌સએપ ઉપર કંપનીના બોગસ ડોક્યુમેન્ટ આપીને વેપારીને વિશ્વાસમાં લીધા બાદ રિલાયન્સ જીયો ઇન્ફ્રોકોમ લિમિટેડના નામે યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાના ઘટસીલા બ્રાંચ તેના ખાતામાં અલગ અલગ તારીખોમાં રૂપિયા એક લાખથી વધુ રકમ જમા કરાવ્યા બાદ ઠગ ટોળકીએ તેના મોબાઇલ ફોન બંધ કરી દેતા વેપારીએ તેની સાથે ચીંટિંગ થયું હોવાનું ભાન થતાં અડાજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.