(એજન્સી) તા.૧૮
તાજેતરમાં સરકારને સંસદના બંને ગૃહોમાં બંધારણ (૧૨૪મો સુધારો) વિધેયક સર્વાનુમતે પાસ કરાવવામાં સફળતા મળી હતી. હવે કેન્દ્રીય માનવ સંસાધન વિકસ પ્રધાન એવું કહે છે કે ૧૦ ટકા ક્વોટા સવર્ણો એટલે કે પ્રગતિશીલ જ્ઞાતિઓ માટેે છે. આ ક્વોટાનો જૂન ૨૦૧૯થી શરુ થતા શૈક્ષણિક વર્ષમાં દેશની તમામ કોલેજો અને યુનિવર્સિટીઓમાં પણ અમલ કરવામાં આવશે.
વાસ્તવમાં ૧૦ ટકા અનામત એ બંધારણ સાથે સ્વાર્થને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ ઉપહાસ અને વ્યંગ સમાન છેતરપિંડી છે. ૧૦ ટકા અનામત આપવા પાછળ સરકારનો હેતુ ચૂંટણીકીય ગણતરીના સંદર્ભમાં સુસ્પષ્ટ છે. સમગ્ર વિરોધ પક્ષ પણ આ વાતથી વાકેફ હતો છતાં તેમણે પોતે ચૂંટણીમાં ગરીબ વિરોધી તરીકેની છાપ ઊભી ન થાય એ માટે શરમજનક કૃત્યમાં તેને સમર્થન આપ્યું છે.
હવે ભાજપ વિરોધીઓ એવી આશા રાખીને બેઠા છે કે આ સંપૂર્ણપણે ક્ષતિયુક્ત સુધારો અદાલત દ્વારા રદ કરવામાં આવશે. આપણે એ યાદ રાખવું જોઇએ કે ૧૦ ટકા અનામત વિધેયકની રાજકીય પૃષ્ઠભૂમિમાં પશ્ચિમ અને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં એ જૂથોનો સમાવેશ થાય છે કે જેમણે અનામત માટે ઉગ્ર આંદોલન કર્યુ હતું. જો કે આર્થિક નબળાઇનો માપદંડ એક સમગ્ર ગ્રુપને લાગુ પડવો જોઇએ. એવી કદાચ દલીલ થઇ શકે કે આર્થિક રીતે નબળા વર્ગની (ઇડબલ્યુ એસ) કેટેગરી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ની જોગવાઇ દ્વારા કાયદામાં સુસ્થાપિત છે કે જેમાં પાડોશના ગરીબ પરિવારોના બાળકો માટે સરકારી અને ખાનગી શાળાઓમાં ૨૫ ટકા અનામત આપવાની જોગવાઇ કરવામાં આવી હતી, પરંતુ ગહન વિશ્લેષણ કરતા જણાશે કે નબળો વર્ગ કે વંચિત સમૂહ જેનો આરટીઇ એક્ટમાં ઉલ્લેેખ કરાયો છે તે ૧૨૪માં સુધારામાં દર્શાવવામાં આવેલ આર્થિક રીતે નબળા વર્ગોથી અલગ છે.
આમ આપણે ત્યાં હવે કેટલાક ૮૫થી ૯૦ ટકા જનરલ કેટેગરીના લોકોને આર્થિક રીતે નબળા વર્ગ તરીકે બતાવવાની મૂર્ખામી સામે આવી છે કે જેઓ અનામત માટે હકદાર છે. ૧૨૪માં સુધારામાં મુશ્કેલી એ છે કે તેમાં સમૂહને સામૂહિક અધિકારીતા આપવા માટે તૈયાર કરેલ બંધારણીય જોગવાઇમાં અનામત માટે વ્યક્તિગત પાત્રતાના સિદ્ધાંતને ઉમેરવામાં આવ્યો છે કે જેના કારણે ઘણો ગૂંચવાડો કે સામાજિક સંઘર્ષ ઊભો થઇ શકે છે.
-પાર્થા ચેટરજી (સૌ.ઃ ધ વાયર.ઈન)