(સંવાદદાતા દ્વારા) મોરબી, તા.૩
મોરબી જિલ્લામાં અનેક લૂંટને અંજામ આપનાર ખુંખાર ફકીર ગેંગ પેટ્રોલપમ્પના કર્મચારીને લૂંટ તે પહેલાં જ મોરબી એલસીબીએ આ ખુંખાર ગેન્ગને હથિયાર સાથે ઝડપી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે, એલસીબીએ ઝડપેલી આ ગેંગે અગાઉ ૧૭ જેટલી લૂંટ કર્યાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક રાજશક્તી પેટ્રોલ પંપને લૂંટવા જતા અજય કેશર વડાલીયા, ઇમરાન દાઉદ બાંભણીયા, મેરુ ઉર્ફે મેરો નરશી પીપળીયા, પ્રકાશ ઉર્ફે પકો નરશી પીપળીયા, રશુલ હાજી શાહમદાર, બાદશાહ રમજાન શાહમદાર, નિતેશ જશવંત ઉર્ફે જશા પનારીયા, સલિમ ઉર્ફે હેબો મેરાશા દીવાન, સમીર મેરાશા દીવાન, શહેજાન ઉર્ફે મુસો હનીફ કાજીને એલસીબીની ટીમે ૧ પિસ્તોલ, ૯ જીવતા કાર્ટિઝ, ૩ છરી, ૧૬ મોબાઈલ ફોન અને બે બાઈક મળી કુલ રૂ. ૧,૨૪,૫૫૦ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.