વડોદરા, તા.રપ
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણી ૧૦ ઓગસ્ટના રોજ જાહેર થતાં કેમ્પસમાં ગરમાવો આવી ગયો હતો. આજે યુનિવર્સિટીના રાજિસ્ટ્રાર એન.કે.ઓઝાએ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું.
તા.૩૧-૮-૧૯ના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે. તે જ દિવસે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. તા.ર-૮-૧૯ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. તા.૧૦-૦૮-૧૯ના રોજ સવારે ૧૦થી બપોરે ર વાગ્યા સુધી મતદાનનો સમય રહેશે અને તે જ દિવસે બપોરે ૩ કલાકથી પેવેલિયન બિલ્ડીંગ ખાતે શરૂ થશે.