પાલનપુર, તા.૧૯
બનાસકાંઠા જિલ્લામાં બાળકોને ઓરી અને રૂબેલાની રસી આપવામાં આવી રહી છે. જે દરમિયાન બાળકો ગભરાતા હોવાના બનાવો સામે આવ્યા છે. જ્યાં પાલનપુર તાલુકાની ચિત્રાસણી સ્કૂલમાં પણ રસી આપતી વખતે ૧૦ જેટલા બાળકો ગભરાઈ જતાં તેમને ઉલટી ઉબકા થયા હતા. જેના પગલે વાલીઓ સ્કૂલમાં દોડી આવ્યા હતા.
બનાસકાંઠામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના ૧૦ લાખ બાળકોને ઓરી- રૂબેલાની રસી આપવામાં આવનારી છે. જે કામગીરી વર્તમાન સમયે ચાલી રહી છે. ત્યારે કેટલીક શાળાઓમાં રસી અપાયા બાદ બાળકો ગભરાઈ જતા હોવાના કિસ્સા બની રહ્યા છે. દરમિયાન પાલનપુર તાલુકાના ચિત્રાસણીમાં પણ બાળકો ગભરાયા હોવાની ઘટના બની હતી. આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ચિત્રાસણી સ્કૂલમાં પણ રસી આપતી વખતે ૧૦ જેટલા બાળકો ગભરાઈ જતાં તેમને ઉલટી ઉબકા થયા હતા. જેના પગલે વાલીઓ સ્કૂલમાં દોડી આવ્યા હતા. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું
કે, અન્ય બાળકોને રસી અપાતી હતી. તે વખતે ઈન્જેકશન દેખીને આ બાળકો ગભરાયા હતા.