(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૮
કેરળમાં ભારે વરસાદે સર્જેલી ખાનાખરાબીની સ્થિતિએ વ્યાપક નુકસાન પહોંચાડયું છે, ત્યારે પૂરના આપત્તિગ્રસ્તોની મદદ માટે ગુજરાત સરકાર આગળ વધી છે સરકાર દ્વારા કેરળ માટે તાત્કાલિક રૂા.૧૦ કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેરળમાં મેઘતાંડવથી થયેલી તારાજી અને વ્યાપક નુકસાનને પરિણામે જનજીવનને જે અસર પડી છે તેમાં પૂર આપત્તિગ્રસ્તો પ્રત્યે સંવેદના દર્શાવતા રૂા.૧૦ કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી રાહતનિધિમાંથી આ સહાય કેરળના પૂરપીડિતો આપત્તિગ્રસ્તોને આપવાનો માનવીય સંવેદના સ્પર્શી નિર્ણય કર્યો છે.