વૉશિંગ્ટન, તા.૧
અમેરિકાના ટેક્સાસ પ્રાંતમાં ડેલાસના સ્થાનિક એરપોર્ટ પરથી રવિવારે સવારે ઉડાન ભરી રહેલું એક વિમાન હૈંગરમાં ઘૂસી જતા તેમાં આગ લાગી હતી, જેને પગલે વિમાનમાં સવાર તમામ ૧૦ લોકોના મોત થઇ ગયા છે. આ દુર્ઘટના એડિસનના સ્થાનિક એરપોર્ટ પર બની હતી.
ટેક્સાસના એડિસન શહેરના પ્રવક્તા મૈરી રોઝનબ્લિથે જણાવ્યું હતું કે, બે એન્જિન ધરાવતા વિમાનમાં સવાર તમામ યાત્રીઓના મોત નિપજ્યા છે.
કેન્દ્રીય ઉડ્ડયન વિભાગના જણાવ્યા મુજબ, બીચક્રાફ્ટ બીઇ-૩૫૦ કિંગ એર સવારે નવ વાગ્યે હેંગરમાં ઘૂસી ગયો હતો. જેના કારણે તેમાં આગ લાગી ગઇ હતી. વિમાનમાં કેટલા લોકો સવાર હતા તેની પુષ્ટિ થઇ નથી. અધિકારીઓએ મૃતકોની ઓળખ જાહેર કરી નથી.